ગાંધીનગરનાં માણસા તાલુકાનાં ગલથરા ગામની યુવતી તેના પિતા સાથે માણસા આવી હતી અને તેઓ જ્યારે બાઈક લઈ ચારવડ વિસ્તારમાં પહોંચ્યા તે વખતે પાછળથી આવી રહેલ એક ટ્રેલરના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી ટક્કર મારતા બાઈક સવાર પિતા-પુત્રી બંને રોડ પર નીચે પટકાયા હતા જેમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નિપજ્યું હતું, ઘટના બાબતે મૃતકના પિતાએ ટ્રેલરના ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ કરી હતી. બનાવની વિગત એવી છે કે, માણસા તાલુકાના ગલથરા ગામે દરબાર વાસમાં રહેતા બારડ દિલીપસિંહ રણજીતસિંહ બપોરે તેમની 19 વર્ષીય પુત્રિ નિકિતાબાને હાથે દુખાવો થતો હોવાથી તેમનું બાઈક લઈ બંને જણા માણસા ડોક્ટરને ત્યાં બતાવવા માટે નીકળ્યા હતા.
જ્યારે તેઓ માણસા ચારવડ વિસ્તારમાં મામલતદાર કચેરીની સામેથી મુખ્ય બજાર તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ એક ટ્રેલર ટ્રકના ચાલકે ઓવરટેક કરતી વખતે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આ બાઈક સવાર પિતા પુત્રીને પાછળથી ટક્કર મારતા બંને નીચે રોડ પર પટકાયા હતા જેમાં નિકિતાબાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી જેને આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક સારવાર માટે માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા પરંતુ ઇજાગ્રસ્તને સારવાર મળે તે પહેલા તેનું કરૂણ મોત થયું હતું તો બાઈક ચાલક દિલીપસિંહને પણ ઇજાઓ થઈ હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બીજી બાજુ અકસ્માત સર્જી મોત નીપજાવનાર ટ્રેલરનો ચાલક પોતાનું વાહન સ્થળ પર છોડી ભાગી છૂટયો હતો જે બાબતે ઇજાગ્રસ્ત દિલીપસિંહ એ માણસા પોલીસ સ્ટેશને ટ્રેલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application