Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ચેકપોસ્ટની જીપમાં આગ લાગતાં જરૂરી દસ્તાવેજો બળીને ખાખ થયા

  • April 30, 2024 

સોનગઢનાં મોબાઈલ સેલટેક્ષ ચેકપોસ્ટની GJ/01/GA/4010 નંબરની સરકારી જીપ લઈને સેલટેક્ષ ઓફિસર દિનેશકુમાર ઠાકોર, ઇન્સ્પેક્ટર તુગાર પટેલ અને મયુરભાઈ પટેલ નાંઓ તારીખ 28/04/2024ના રોજ રાત્રિ દરમિયાન કોમર્શિયલ વાહનોનાં રૂટિન ચેકિંગ માટે મહારાષ્ટ્રનાં ફૂલવાડી ચોકડીથી અક્કલકુવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સરકારી જીપ ડ્રાઇવર પ્રકાશભાઈ વસાવા વાહન હંકારી રહ્યા હતા ત્યારે લગભગ મહારાષ્ટ્રનાં મોગલપાડા ગામમાંથી પસાર થઈ રહી હતી.


તે દરમિયાન જીપનાં પાછળનાં ભાગમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી જીપમાં આગ લાગી હોવાનું જણાતા તેમાં સવાર ચાર વ્યક્તિઓ બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા જોકે ગણતરીની 30 મિનિટમાં જ આખી જીપ બડીને ખાખ થઈ ગઈ હતી આજ સાથે જીપમાં જે ટીમ ચેકિંગમાંથી તેઓની ખાસ બેગ, લેપટોપ, સરકારી ફાઈલો, બેટરી અને મોબાઇલ ફોન તથા ચેકિંગ દરમિયાન પકડેલા વાહનના ડોક્યુમેન્ટ અને પકડાયેલા વાહનોના ડ્રાઇવરનાં લાયસન્સ વગેરે મહત્વના સરકારી દસ્તાવેજો અને સામાન બળી ગયા હતા. (ફાઈલ ફોટો)




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application