મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં આનંદપુરા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા સંગીતાબેન નિલેશભાઈ ગામીતનાંએ ગત તારીખ ૩૦/૦૯/૨૦૨૪નાં ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, સોનગઢનાં દેવજીપુરા માર્કેટ ફળીયામાં રહેતી મેઘાબેન બાલુભાઈ ગામીતએ વર્ષ-૨૦૨૨ (તારીખ ૦૨/૦૬/૨૦૨૪)માં ઉચ્છલ તાલુકાનાં અલગ અલગ ગામડાની બહેનોને વિશ્વ કર્મા પી.એમ. યોજના હેઠળ રૂપીયા ૪,૦૦૦માં બબ્બે સીલાઈ મશીન આપવાનુ તેમજ તાલીમ તથા પ્રમાણપત્ર સ્કોલરશીપ તેમજ જરૂર પડ્યે રૂપીયા પાંચ લાખની લોન આપવામાં આવશે તેવી લાલચ આપી સંગીતાબેન ગામીત સહીત ૯૨ બહેનો પાસેથી રૂપિયા લઈ કુલ રૂપીયા ૩,૫૬,૬૦૦/-ની છેતરપીંડી કરી હતી. આમ, તમામ મહિલાઓને વિશ્વાસમાં લઈ લાલચ આપી છેતરપિંડી કરનાર મેઘાબેન બાલુભાઈ ગામીત વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે Section 318(4) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application