તારાપુરનાં ગોરાડ ગામે રમવા બહાર નીકળેલા 9 વર્ષનાં બાળકનું વીજ થાંભલે અડી જતા કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. તારાપુર પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તારાપુર તાલુકાનાં ગોરાડ ગામે રહેતા ચંન્દ્રદિપસિંહ ગોહિલનો પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો 9 વર્ષિય પુત્ર ધુ્રવરાજસિંહ શુક્રવારનાં રોજ સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઘર આગળના ગોહિલ ફળિયામાં મિત્રો સાથે રમવા બહાર નીકળ્યો હતો.
દરિમયાન વીજ થાંભલે હાથ અડી જતા કરંટ લાગ્યો હતો. ઘટના બાદ તાબડતોબ ધુ્રવરાજસિંહને તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. મૃતક બાળકનાં પિતા ચંન્દ્રદિપસિંહ ગોહિલે તારાપુર પોલીસ મથકે જાણ કરતા તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ બાદ બાળકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ગઈકાલે સવારે બાળકની અંતિમ વિધિ કરાઇ હતી. તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ઘટના અંગે વરસાદને લઈ ભેજ લાગવાથી વીજ થાંભલા પર કરંટ ઉતર્યો હોવાનું પ્રાથમિક અનુમાન સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application