Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રાથમિક શાળાના વય નિવૃત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો

  • March 08, 2024 

શિક્ષકો દરેકના જીવનમાં સંસ્કારોનો દીપ પ્રગટાવી ઉન્નત જીવન તરફ દોરી જાય છે એમ સુરતના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી.શિવાની ગોયલે જણાવ્યું હતું. સુરત જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલ વય નિવૃત શિક્ષકોનાસન્માન સમારંભ કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતાં જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે, રાષ્ટ્રના નિર્માણ શિક્ષકનો અમૂલ્ય ફાળો રહ્યો હોય છે. દેશના ભવિષ્યની ભૂમિકા શિક્ષકના હસ્તે ઘડાતી હોઈ છે. શિક્ષકોના મહત્વને અતિરેક કરી શકાતું નથી, કારણ કે તેઓ વ્યક્તિઓના સર્વાંગી વિકાસની સાથે સાથે સમાજની પ્રગતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એમ તેમણે કહ્યું હતું. તેઓએ એવો પણ સુર વ્યક્ત કર્યો હતો કે, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતાં નથી, નિવૃત્તિ બાદ પણ સમય ફાળવી વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપતાં રહે તેવો અનુરોધ કર્યો હતો.


તેમજ શિક્ષક પોતાના જીવન દરમિયાન હંમેશા શિક્ષક જ રહે છે. શિક્ષકો એ દરેક બાળકોના જીવનમાં દિપ રૂપી પ્રકાશ ફેલાવ્યો છે. શિક્ષકો જ્ઞાનનો પ્રકાશ છે અને તે હંમેશા શાણપણના મોતી આપે છે.વય નિવૃત્ત શિક્ષકોને જીવનની બીજી પારી પરિવાર સાથે સુખમય, સ્વસ્થ રહે એમ તેમણે ઉમેર્યું હતું. જિ. પ્રા. શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલે વય નિવૃત અવસરે વિનોબાભાવેને યાદ કરતા કહ્યું હતું કે, શિક્ષકમાં સાધુ, જ્ઞાની અને માં એમ ત્રિવેણી સંગમના દર્શન થાય છે. શિસ્ત, ક્ષમા અને કરૂણા એટલે શિક્ષક. શિક્ષક આપણા સમાજનુ નિર્માણ કરે છે. બીજી બાજુ તે આપણા માર્ગદર્શક પણ હોય છે. શિક્ષકનું સ્થાન માતા પિતાથી પણ ઉચ્ચ માનવામાં આવે છે. જિલ્લા પંચાયત સંચાલિત પ્રા. શાળાના ૧૨૮ વય નિવૃત શિક્ષકોને મહાનુભાવોના સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા જ્યારે ફિક્સ પગારમાં નોકરી કરી પાંચ વર્ષનો નિયત સમયગાળો પૂર્ણ કરતા ૨૪ શિક્ષકોને પુરા પગારનો હુકમ પત્ર મહાનુભાવોનાં હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application