વલસાડના ડુંગરી ગામના દીતા ફળિયામાં રહેતો કમલ વસંતભાઈ નાયકા નામનો ૨૩ વર્ષીય યુવાન તેની માતા અને ભાઈ સાથે રહેતો હતો અને તે બેકાર હતો. ગત તારીખ ૨૩-૦૧-૨૫ના રોજ નંબર વિનાની પલ્સર બાઈક લઈને રોલા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે નીકળ્યો હતો.
કમલ ડુંગરી જોરાવાસણ રોડ પાસે નટુભાઈ પાણીવાળાના ઘર સામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે કમલે બાઈકના હેન્ડલ પરથી કાબૂ ગુમાવી દેતા તેની બાઈક સ્લીપ થઈને નજીકના ઝાડ સાથે અથડાઈ હતી. આ સાથે જ કમલને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ડુંગરી સી.એચ.સી.માં લઈ જવાયો હતો, જ્યાં કમલને સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે કમલના ભાઈ વિકાસે ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application