ભરૂચનાં પાલેજ રેલવે સ્ટેશન નજીક ટ્રેન તેમજ નીચે પડતુ મૂકી આપઘાત કરી લીધો હતો. ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારના સુમારે પાલેજ રેલ્વે સ્ટેશનની ઉત્તર દિશા તરફ કિલોમીટર નંબર ૩૫૦/૩૫ પાસે અપ રેલ્વે લાઈન પાસે ટ્રેન નંબર ૧૨૯૬૬ ભુજ-બાંદ્રા સાપ્તાહિક એકસપ્રેસ આગળ પડતુ મૂકી આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલએ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહોનો કબ્જો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. મૃતક યુવક ઉંમર વય ૪૦ના આશરાનો મધ્યમ બાંધાનો, રંગે ઘઉં વર્ણ, ઉંચાઈ પાંચ બાય પાંચ ફૂટ, લાલ કલરનું કાળા પટ્ટાવાળુ આખી બાંયનું સ્વેટર, લાલ કલરનો આખી બાંયનો ઝભ્ભો તથા કમરે કાળા કલરની લૂંગી પહેરેલ છે. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500