મૂળ ઉત્તરપ્રદેશનો શ્રમિક નિર્ભયસિંગ વિશંભર ચંદેર (ઉ.વ.૩૯) હાલમાં પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે સોની પાર્કના મકાન નં.૧૮માં રહેતો હતો. નિર્ભયસિંગ ન્યૂ ગોથાણ રેલવે જંક્શન ઉપર મજૂરી કામ કરતો હતો. ગત તારીખ ૨૧/૧૨/૨૦૨૪ નારોજ સાંજે તે સાયણ ગામની સીમમાં ન્યૂ ગોથાણ જંક્શનના રેલવે ટ્રેક ઉપર કામ કરી રહ્યો હતો. તે સમયે સાંજે ન્યૂ ગોથાણ જંક્શન પાસેથી પસાર થતી ડીએફસીસી રેલવે લાઈન ઉપર દોડતી ટ્રેન નીચે નિર્ભયસિંગે પડતું મૂક્યું હતું. જેથી તેને માથા તથા જમણા હાથે ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ બાબતે મૃતકના વતની શ્રમિક કલ્યાણ દયારામસિંગે પોલીસને જાણ કરતાં ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application