નિઝર અને કુકરમુંડા તાલુકામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિનની ઉજવણીના પ્રસંગે લાઉડ સ્પીકર બેન્ડ, આદિવાસી નુત્ય સાથે રેલીનું આયોજન કરવા મુદ્દે જરૂરી છૂટછાટ આપવામાં આવે તે અંગે મામલતદાર, પ્રાંત અને તાલુકા વિકાસ અધિકારીને વીર એકલવ્ય આદિવાસી સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
તાપી જીલ્લામાં પ્રતિવર્ષ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિનની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવે છે, ચાલુ વર્ષે પણ કેટલીક છૂટછાટ આપવામાં આવે તે અંગે એકલવ્ય આદિવાસી સંગઠન નિઝર-કુકરમુંડા દ્વારા મામલતદાર, પ્રાંત અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીના પ્રસંગે લાઉડ સ્પીકર બેન્ડ, આદિવાસી નુત્યુ સાથે રેલીનું આયોજન કરાયું છે, 9મી ઓગસ્ટ-2021ના સાંજે 4 થી 8 કલાક સુધી સાંજે 4 કલાકે અંતુલીથી દેવામોગરા પૂજન તથા અન્ય કાર્યક્રમ કરવાના આયોજન કાર્ય છે. કોવીડ-19 ને લગતી માહિતી અને વેક્સિન અંગે જન જાગૃતિ લાવવાના પ્રયાસ પણ થશે તેવું જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500