સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં દસ્તાન ગામે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજનું કામ પુર્ણ કરવાની સમયમયાર્દા નવેમ્બર ૨૦૧૮ સુધીમાં હતી પરંતુ સમયમયાર્દા પુર્ણ થવાને ત્રણ વર્ષ પુરા થવાને આવ્યા છે છતાંયે ઈજારદારો દ્વારા કામપુર્ણ કરવામાં બેદરકારી દાખવવામાં આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખોરંભે ચડેલા ઓવરબ્રિજના કામ મામલે લડત ઉગ્ર બનાવવાના એંધાણ જોવા મળી રહ્યા છે. અને આ મામલે ભારતીય હિતરક્ષક પક્ષ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આગામી સાતમી જુલાઈથી ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભારતીય હિતરક્ષક પક્ષ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુર્પત કરી આપી ઉપવાસની ચીમકી
આ અંગે વધુ વિગતો મુજબ સુરત જિલ્લાના કડોદરા થી બારડોલી હાઇવે પર વધતા જતા ટ્રાફિક ને લઇને ઘણા સમયથી ઍક વૈકલ્પિક માર્ગની માંગ ઉઠવા પામી હતી કારણ કે ઍક રાજ્ય થી બીજા રાજ્યને જોડતો હાઇવે હોવાથી વાહન વ્યવહાર વધી ગયો હતો બીજી તરફ દસ્તાન નજીકથી રોજિંદી ૫૦ થી વધુ ટ્રેનો પસાર થાય છે.દરમ્યાન રૂપિયા ૮૦ કરોડના માતબર ખર્ચથી ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનુ સને ૨૦૧૬માં કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેના કારણે પંથકના લોકોને ટ્રાફિકના ભારણની સમસ્યા નો ટૂંક સમયમાં છુટકારો મળવાની આશા બંધાઇ હતી.
બ્રિજનું કામ પુર્ણ કરવાની સમયમયાર્દા નવેમ્બર ૨૦૧૮ સુધી હતી. ત્રણ વર્ષ બાદ પણ ઈજારદાર દ્વારા બેકારદારી દાખવવામાં આવતા લોકોમાં રોષ
જોકે આશા હવે ઠગારી નીવડી છે અને મંથરગતિઍ ચાલતું આ કામનાં સ્થળે પાંચ વર્ષે જંગલ ઊભું થઇ ગયું પરંતુ રસ્તો બન્યો નથી પરિણામે આ રોડ પર ચાલતા વાહન વ્યવહારને અસર થતા હવે નાગરિકો પણ આગળ આવી રહ્યા છે અને ભારતીય હિત રક્ષક પક્ષ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું છે અને ફાટક ની કામગીરી મામલે આગામી ૭મી જુલાઇના રોજ પ્રતિક ઉપવાસની ચીમકી આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ રેલવે ઓવરબ્રિજનું કામ ૧૧ નવેમ્બર ૨૦૧૮માં પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી આજે અવધિ પૂર્ણ થયાને ત્રણ વર્ષ વીતી ગયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500