Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

  • August 04, 2022 

"સક્ષમ નારી, સશક્ત ગુજરાત"ના નારા સાથે વલસાડ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સતત ૭ દિવસ સુધી નારી વંદન ઉત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે ત્રીજા દિવસે નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ વલસાડના મોંઘાભાઈ દેસાઈ હોલ ખાતે યોજાયો હતો.




કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ત્રણ ઉદ્યોગ સાહસિક મહિલાઓને શીલ્ડ, ત્રણ ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના મંજૂરી હુકમો, બે સ્વ સહાય જૂથોને દીન દયાળ અંત્યોદય યોજના એન.આર.એલ.એમ. અંતર્ગત અને પાંચ સ્વ સહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ અંતર્ગત ચેક અને બે મહિલાઓને માનવ કલ્યાણ યોજના અંતર્ગત રૂ દિવેટની કીટ બનાવવાના મશીનનું વિતરણ કરાયું હતું.




નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું હતું કે, સરકાર મહિલાઓના વિકાસ માટે સતત કાર્યરત છે. મહિલાઓને ખાસ કરીને ગંગા સ્વારૂપા મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુસર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા મહિલાઓ આર્થિક રીતે પગભર બનશે તેમજ સમાજમાં દરેક ક્ષેત્રે તેમનું પ્રતિનિધિત્વ જળવાશે.




આજની નારી શક્તિના ગૌરવ સન્માનથી આવતી કાલનું ગુજરાત આગવું ગુજરાત બનશે અને નવા ભારતના નિર્માણમાં ગુજરાતની મહિલાઓનું અગ્રિમ સ્થાન રહેશે. તેથી જ દરેક ક્ષેત્રે સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત અનેક અમલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.




કલેક્ટરએ જણાવ્યું હતું કે, રોજગાર મેળામાં ભાગ લઈ રોજગારી મેળવી રહેલી મહિલાઓને આર્થિક રીતે કોઈ વ્યક્તિ પર આશ્રિત રહેવું પડશે નહીં તેમજ સમાજમાં આગવું સ્થાન જળવાઈ રહેશે. પોતાની મૂડીનું સરખું વળતર મળી રહે એવી યોજનાઓમાં રોકાણ કરવા અનુરોધ કરી જમીન સંપત્તિઓના મામલાઓમાં દસ્તાવેજોમાં સહી કરતી વખતે પણ ખાતેદાર હોવાથી હંમેશા ધ્યાન રાખવવા જણાવ્યું હતું.




ગંગા સ્વરૂપા બહેનોએ પોતાની સુરક્ષાનું ધ્યાન પોતે જ રાખવાનું છે તેથી રોજગારી મેળામાં ભાગ લઈ રોજગારી મેળવી આવક મેળવવાની સાથે બચતના માર્ગો ખુલ્લા રાખવા તેમજ યોજનાઓની કોઈપણ પ્રકારની માહિતી માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની મદદ લેવા પણ વધુમાં જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ અને ખાસ કરીને ગંગા સ્વરૂપા મહિલાઓ માટે રોજગારી મેળામાં ૧૪ નોકરીદાતાઓએ ૩૦૬ જેટલી અલગ અલગ વેકેન્સી ભરવા માટે ભાગ લીધો હતો. જેમાં ૪૦૩ જેટલી મહિલાઓ ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી ૨૨૫ જેટલી મહિલાઓની પ્રાથમિક પસંદગી થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application