મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલના ચઢવાણ ગામે અજાણ્યા ઈસમોએ મહિલાનું ગળું દબાવી જાનથી મારી નાંખી મહિલાએ પહેરેલા સોના-ચાંદીના ઘરેણાં જેની આશરે કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- તે ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલના ચઢવાણ ગામનાં આમલી ફળિયામાં રહેતો હર્ષદ દામુભાઈ વસાવા (ઉ.વ.૨૩)નો તારીખ ૨૩/૦૨/૨૦૨૫ નારોજ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૧/૦૨/૨૦૨૫થી રાત્રીના આશરે ૦૮:૩૦ વાગ્યાથી તારીખ ૨૨/૦૨/૨૦૨૫ નારોજ સાંજના આશરે ૦૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન માતા સુમિત્રાબેન દામુભાઈ વસાવા નાઓને નીચલા ફળિયા ખાતેના નવા પાકા ઘરમાં ગળુ દબાવી જાનથી મારી હત્યા કરેલ હાલતમાં મળી આવ્યા હતા. જોકે તેમને ગળામાં પહેરેલ સોનાનું મંગલસુત્ર, નાકમાં પહેરેલ સોનાની નથની, બન્ને કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી, બન્ને હાથમાં પહેરેલ ચાંદીની આઠ બંગળી અને બન્ને પગમાં પહેરેલ કડા જેવા ઝાંઝર સહીત તમામ ઘરેણાની અંદાજીત કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- હતી. જે કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી ફરાર થ ઈ ગયા હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. બનાવ અંગે ઉચ્છલ પોલીસે ગુન્હો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500