બગવાડા ટોલનાકા હાઈવે પર બાલદાના પતિ-પત્ની અને પૌત્ર સાથે બાઈક પર વાપી લગ્નમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાઈક પરથી પત્ની નીચે પટકાતા પાછળથી પૂરઝડપે આવતા ટ્રક ચાલકે માથા પર ટાયર ચઢાવી દેતા પત્નીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, પારડીના બાલદા ગામના કમઠી ફળિયા ખાતે રહેતા ભરતભાઈ ખાલપભાઈ પટેલ જેઓ તેમની પત્ની ઉષાબેન ભરતભાઈ પટેલ અને પૌત્ર શિવ યોગેશભાઈ પટેલ બાઈક નંબર જીજે/15/આર/6615 ઉપર વાપી ખાતે લગ્નમાં જઈ રહ્યા હતા.તે દરમિયાન બગવાડા ટોલનાકા હાઈવે તીઘરા નજીક પેટ્રોલ પંપ સામે અચાનક ચાલુ બાઈક પરથી ઉષાબેન નીચે પડી જતા પાછળથી પુરઝડપે ગફલત ભરી રીતે હંકારી આવતા ટ્રક નંબર જીજે/12/બીટી/0218ના ચાલકે પત્નીના માથા ઉપર વ્હીલ ચઢાવી દેતા ઘટના સ્થળ પર જ ઉષાબેનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પતિ ભરતભાઈ પટેલે પારડી પોલીસ મથકે ટ્રક ચાલક રાજેશ કરસનભાઈ ખટારીયા (રહે કચ્છ ભુજ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક અને ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application