Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિલવણ ગામે જૂની અદાવતમાં મહિલા પર હુમલો

  • January 11, 2025 

સુરત જિલ્લાના ઉમરપાડાના બિલવણ ગામે મોટું ફળિયુંમાં રહેતી ૩૫ વર્ષીય ભાનુબેન શૈલેષભાઈ વસાવા પોતાના ઘરે હતી તે સમયે ફેરિયાવાળાને પૈસા આપવા ઘરના આંગણામાં આવી હતી.

તે દરમિયાન જયેશ બળવંત ગામીતે અગાઉ ભાનુબેનના પતિ શૈલેષ રામસિંગભાઈ વસાવા સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી ભાનુબેનના ઘરના આંગણામાં આવ્યો હતો. હેક્ઝા બ્લેડ કટર વડે ભાનુબેન પર હુમલો કરી તેમને લોહીલુહાણ કરી નાંખી જયેશ ગામીત ફરાર થઇ ગયો હતો. ઘટના અંગે ભાનુબેને ઉમરપાડા પોલીસ મથકે જયેશ બળવંત ગામીત (રહે.બિલવાણ ગામ, મોટું ફળિયું, તા.ઉમરપાડા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application