તાપી જિલ્લામાં રવિવારે વધુ 9 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે.
તાપી જીલ્લા પંચાયતનો પ્રમુખ સુરજ વસાવા પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમજ સોનગઢના શાકભાજી માર્કેટના વેપારી પર ચપ્પુ વડે હુમલો કરનાર 23 વર્ષીય આરોપીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે, સાથે જ વાલોડ પોલીસ લાઈનમાં પોલીસકર્મીની પત્ની પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમ છતાં કેટલાક લોકો માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વિના બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
જિલ્લામાં કુલ 9 દર્દીઓ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો
જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.ચોથી એપ્રિલ નારોજ વાલોડ ખાતે પોલીસ લાઈનમાં 33 વર્ષીય મહિલા, વ્યારાના શિવશક્તિ નગરમાં 56 વર્ષીય આધેડ, સોનગઢના નવાગામમાં 71 વર્ષીય વૃદ્ધ, સોનગઢના શાકભાજી માર્કેટનો 23 વર્ષીય યુવક, ઉચ્છલમાં 67 વર્ષીય આધેડ, ઉચ્છલના જામકી ગામમાં 43 વર્ષીય મહિલા, નિઝરમાં 70 વર્ષીય વૃદ્ધ અને નિઝરના રુમકીતલાવ ગામમાં 32 વર્ષીય પુરુષ તેમજ કુકરમુંડાના ડાબરીઆંબા ગામમાં 65 વર્ષીય પુરુષ સહિત જિલ્લામાં કુલ 9 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 374 સેમ્પલ લેવામાં આવ્યા
જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1029 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 9 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 938 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. કોરોનાથી કુલ 8 દર્દીઓના મોત જયારે કોરોનાની સારવાર દરમિયાન અન્ય બીમારીથી 45 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 53 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 38 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 374 સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500