તાપી જિલ્લામાં મંગળવારે કોરોના પોઝીટીવ દર્દીના વધુ 6 નવા કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.23મી માર્ચ નારોજ વાલોડના દેગામા ગામના વચલું ફળીયામાં 47 વર્ષીય પુરુષ, વ્યારાના ઊંચામાળા ગામની કેએપીએસમાં 53 વર્ષીય પુરુષ, વ્યારાના ચીખલવાવ ગામના પટેલ ફળીયામાં 15 વર્ષીય કિશોર, સોનગઢના ગુણસદા ગામની કેસરીનંદન સોસાયટીમાં 36 વર્ષીય પુરુષ, નિઝરના વાંકાગામના પટેલ ફળીયામાં 75 વર્ષીય પુરુષ અને ઉચ્છલના નવુ ફળીયામાં 58 વર્ષીય પુરુષ મળી જીલ્લામાં 6 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 940 કેસો નોંધાઈ ચુક્યા છે. આજરોજ વધુ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. અત્યાર સુધી કુલ 873 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 379 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં હાલ 26 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500