તાપી જીલ્લામાં રવિવારે કોરોનાની સારવાર દરમિયાન 2 દર્દીઓના મોત નીપજ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જયારે બેકાબુ બનેલા કોરોનાના વધુ 17 નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેને લઇ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. જોકે કોરોનાનું વધતું જતું સંક્રમણ અટકાવવા માટે વેપારીઓ મંડળો દ્વારા સ્વેચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમછતાં કેટલાક લોકો બિન જરૂરી હરતા ફરતા અને સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે તે એક ચિંતા વિષય બન્યો છે.
તાપી જિલ્લા તંત્રની લાલીયાવાડી સામે આવી
કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામતા દર્દીઓના આંકડાઓની સાથે તેમની મોતનુ કારણ પણ આપવામાં આવતું નથી. એટલુ જ નહી કોરોનાના દર્દીઓ માટે ખુબજ જરૂરી રેમડીશિવિરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવ્યું છે. કોરોના દર્દીઓના સગા વાળા હેરાન પરેશાન થઇ રહ્યા છે. તેમછતાં તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓ માટે રેમડીશિવિરની સુવિધા પૂરી પાડી શકી નથી. દર્દીઓના મોતના આંકડાઓથી લઈને કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા આંકડાઓની માહિતી સમયસર અને સાચા આંકડાઓ આરોગ્ય તંત્ર આપતું ન હોવાની વ્યાપક બુમરાણ ઉઠવા પામી છે.
કોરોનાની સારવાર દરમિયાન 2 દર્દીઓના મોત
તાપી જિલ્લામાં રવિવાર નારોજ સાંજે કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન 2 દર્દીઓના મોત સાથે કોરોના પોઝીટીવ દર્દીના વધુ 17 નવા કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1099 કેસો નોંધાયા ચુક્યા છે, આજરોજ વધુ 10 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 977 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. કોરોનાથી કુલ 8 દર્દીઓના મોત થયા છે. જયારે વ્યારામાં 70 વર્ષીય મહિલા અને સોનગઢ-ઉકાઈના વર્કશોપ કોલોનીમાં 59 વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન આજરોજ અન્ય કારણોસર 2 દર્દીઓના મોત નીપજ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. સારવાર દરમિયાન અન્ય બીમારીથી 50 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 58 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 64 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 779 સેમ્પલ લેવામાં આવ્યા છે.
તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ 17 નવા કેસ નોંધાયા
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.11મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ 17 નવા કેસ નોંધાયા છે. વાલોડના ચાર રસ્તા પાસે 27 વર્ષીય મહિલા, વાલોડના કલમકુઈ ગામના દાદરી ફળીયામાં 43 વર્ષીય પુરુષ, વ્યારામાં 77 વર્ષીય પુરુષ,42 વર્ષીય પુરુષ, 55 વર્ષીય મહિલા તેમજ વ્યારાના માલીવાડમાં 70 વર્ષીય મહિલા, વ્યારાની રોયલ એન્કલેવમાં 41 વર્ષીય પુરુષ,વ્યારાના તાડકુવામાં 70 વર્ષીય પુરુષ તેમજ સોનગઢ-ઉકાઈની જીઇબી કોલોનીમાં 36 વર્ષીય પુરુષ, સોનગઢના અલીફ નગરમાં 34 વર્ષીય પુરુષ, વાડી ભેંસરોટમાં 30 વર્ષીય પુરુષ, સોનગઢ ના બેડી ગામના દુકાન ફળીયામાં 25 વર્ષીય મહિલા, સોનગઢના અગાસવાણ ગામના નિશાળ ફળીયામાં 65 વર્ષીય પુરુષ, સોનગઢ-ઉકાઈની વર્કશોપ કોલોનીમાં 59 વર્ષીય પુરુષ, ઉચ્છલના હોલીપાડા ગામમાં 23 વર્ષીય પુરુષ, ઉચ્છલના ચંદાપુરા ગામમાં 43 વર્ષીય પુરુષ તેમજ નિઝરની પોલીસ લાઈનમાં 65 વર્ષીય પુરુષ મળી જિલ્લામાં આજરોજ વધુ 17 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500