Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જર, જમીન અને જોરૂ બાદ હવે મોબાઇલ પણ કજીયાનો છોરૂ! : પત્ની માતાના મોબાઇલથી અન્ય છોકરા સાથે ચેટીંગ કરતા પકડાઇ : આખરે છૂટાછેડા થયા

  • August 28, 2021 

પત્નીનું મોબાઇલનું વળગણ સૈયદપુરાના દંપતિ વચ્ચે છૂટાછેડાનું કારણ બન્યું છે. પત્નિએ મોબાઇલ ન વાપરવાની લેખિત બાંહેધરી લખી આપ્યા બાદ પણ પત્ની પતિથી છુપાવીને પોતાની માતાના મોબાઇલથી વોટ્સએપ ઉપર કોઇની સાથે મોડી રાત સુધી ચેટીંગ કરતી હતી, જોકે માતાનો મોબાઇલ મોડી રાત્રે પણ ઓનલાઇન દેખાતો હોય પત્નીની ચોરી પકડાઇ ગઇ હતી. 

 

 

 

 

 

‘સ્માર્ટ’ બની ગયેલા મોબાઇલના સારા નરસા બંને પરિણામો જોવા મળતાં હોય છે. જેમાં ઘણી વાર મોબાઇલના કારણે પતિ-પત્ની વચ્ચેનું અંતર પણ વધી જતું હોય છે. આવા જ એક ઉદાહરણ રૂપ કેસની મળતી માહિતી અનુસાર શહેરના સૈયદપુરા વિસ્તારમાં રહેતાં સીરાજના લગ્ન તા.૦૨/૦૨/૨૦૨૦ ના રોજ નજીકમાં રહેતી રૂકસાના (બંનેના નામ બદલેલ છે.) સાથે સામાજીક રીત રિવાજ મુજબ થયા હતાં. શરૂઆતમાં સારી રીતે રહયા બાદ દંપતિ વચ્ચે ખટરાગ શરૂ થયો હતો, અને પત્ની રૂકસાના પિયર જતી રહી હતી. જ્યાંથી તેણીએ ભરણપોષણ તથા દહેજ સંબંધીના કેસો કર્યા હતાં. જેમાં પતિ સહિત સાસરિયાના એડવોકેટ અશ્વિન જોગડિયાએ જામીન કરાવ્યા હતાં. 

 

 

 

 

 

દરમિયાન કેસો થયા બાદ બંને વચ્ચે સમાધાનના ­પ્રયત્નો થયા હતાં. જેમાં પતિએ સમાધાન માટે જો રૂકસાના મોબાઇલ ન વાપરે તો તેડી જવાની તૈયારી દર્શાવી હતી. તેની એવી ફરિયાદ હતી કે રૂકસાના આખો દિવસ મોબાઇલમાં જ વ્યસ્ત રહે છે. આખરે સમજાવટથી  રૂકસાનાએ પોતે મોબાઇલ ન વાપરવાની લેખિત બાંહેધરી આપી હતી, અને ફરી તેમનું ઘરસંસાર શરૂ થયું હતું. રૂકસનાનું પિયર નજીકમાં જ હોય તે અનેક વાર પિયર મળવા જતી હતી અને ઘણી વાર પિયરમાં રાત પણ રોકાતી હતી. આ દરમિયાન પતિના ધ્યાન પર આવ્યું હતું પત્નીની માતાનો વોટ્સઍપ મોબાઇલ રાત્રે એક-બે વાગ્યે પણ ઓનલાઇન આવતો હતો.

 

 

 

 

જેથી પતિએ તેણીની માતાનો મોબાઇલ હેક કર્યો હતો. જેમાં પત્ની સૈયદપુરા વિસ્તારના જ કોઇ છોકરા સાથે ચેટીંગ કરતી હોવાનું પકડાઇ ગયું હતું. આ વાત પતિએ બન્ને પરિવાર ને કહેતા ફજેતો થયો હતો. આ વાતને સમર્થન આપતાં એડવોકેટ જોગડિયાએ જણાવ્યું હતું કે, હવે આ પતિ પત્ની અલગ થઇ ગયા છે અને આખરે બન્નેએ કાયદેસર છૂટાછેડા પણ લઇ લીધા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application