Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈડર તાલુકાની વીરપુર ગ્રામ પંચાયત પ્રકરણમાં તપાસ કરતા અધિકારીઓને તાવ કેમ આવે છે ??

  • July 30, 2021 

વિરપુર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ ના હોદ્દાના દુરુપયોગ અંગે મુખ્યમંત્રી કક્ષાએથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના અપાયા ને નવ માસનો સમય વિતવા છતાં પ્રાથમિક રિપોર્ટ અને તે પછીની કાર્યવાહી ખુલીને બહાર ના આવતા જાણકારોમાં ઉઠતા સવાલો.

 

 

 

 

 



આ પ્રકરણમાં કયું વજન કામ કરી રહ્યું છે,!

અઠવાડિયામાં કાર્યવાહી કરી દેવામાં આવશે ના વારે ઘડીએ આશ્વાસનો આપનારા અધિકારીઓ પાણીમાં કેમ બેસી ગયા, મોઢા સિવાઈ ગયા કે ગજવા ગરમ થઇ ગયા: જાણકારોના વેધક સવાલ,

 

 

 

 

 

કાર્યવાહી કરવા પગ કેમ ધ્રૂજે છે ??

તત્કાલીન મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા હરખ પદુડા બનેલા તાલુકા પંચાયતના અધિકારી ને ઉપસરપંચ પણ એટલા જ દોષિત હોવા છતાં કાર્યવાહી કરવા માટે તેમના પગ કેમ ધ્રૂજે છે....?

 

 

 

 

 

પ્લોટની બેઠી હરાજી એકજ દિવસે

સરપંચ અને ઉપસરપંચ ના પુત્રો માટે પ્લોટની બેઠી હરાજી એક જ દિવસે એક જ સમયે વીરપુર ગ્રામ પંચાયતમાં કરવામાં આવી હતી.

 

 

 

 

અરજદારને કેમ આપતા નથી લેખિત જવાબ ?

સરપંચ નેં હોદ્દા ના દુરૂપયોગ અંગે દોષિત ઠેરવવામાં આવ્યા તો ઉપસરપંચ દોષિત નથી બનતા....? તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધિકારીઓ અરજદારને કેમ આપતા નથી લેખિતમાં જવાબ.....?

 

 

 

આ બાબતે જાણકાર વર્ગની માંગ ની વાત કરીએ તો ઇડર તાલુકાના વીરપુર ગ્રામ પંચાયતના તત્કાલીન મહિલા સરપંચ અને ઉપ સરપંચના પુત્રો ના નામે વીરપુર ગ્રામ પંચાયતમાં આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા ના તાલે તત્કાલીન ઈડર તાલુકા વિકાસ અધિકારીના ચાર્જમાં રહેલા રમેશ પટેલની ઉપસ્થિતિમાં બે અલગ અલગ પ્લોટ ની એકજ દિવસે એક્જ સમયે હરાજી કરી ને સરપંચના પુત્ર અને ઉપસરપંચ ના પુત્ર ના નામે ગામ તળ ની સરકારી જમીનના પ્લોટ વેચાણથી આપી દેવાયા હતા સરપંચ શ્રી વિરુદ્ધ હોદ્દા ના દુરુપયોગ ની રજૂઆત થતાં ઇડર તાલુકા પંચાયતના હરખ પદુડા બનેલા અધિકારીઓએ માત્ર ૧૫ દિવસમાં સરપંચ શ્રી ને હોદ્દા પરથી દૂર કરી ઉપસરપંચને વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ સોંપ્યો હતો પરંતુ ઉપસરપંચ એ પણ પોતાના પુત્ર માટે પ્લોટ લીધો હોય તેવો પણ એટલા જ દોષિત માની શકાય છતાં સરકારી જમીનનો પ્લોટ વેચાણ આપી દેવાના કૌભાંડમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત થતાં જિલ્લા વિકાસ અધિકારી સાબરકાંઠાને રજૂઆત સંદર્ભે તપાસ કરી કાર્યવાહી કરવા સુચના અપાઇ હોવા છતાં સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા તપાસના નામે માત્ર તરકટ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

 

 

 


 ખુલીને રજૂઆતમાં ખૂબ ગાજેલા આ કેસમાં પડદો પડી રહ્યો હોય તેમ અથવા તો છટકબારી શોધી લેવાનો સમય અપાઈ રહ્યો હોય તેવું ફલિત થવા પામી રહ્યું છે. આ પ્રકરણમાં અરજદાર દ્વારા અનેકવિધ રજુઆતો અને ફરિયાદો કરવામાં આવી પરંતુ જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ તપાસ સોંપી દેવાયા બાદ સમગ્ર પ્રકરણમાં કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી હોય અથવા તો ધાક બેસાડતો દાખલો પુરવાર થાય તેવું કશું જોવા મળ્યું નથી આવા સમયે હવે લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ પ્રકરણમાં  સ્થાપિત હિતો, સત્તા પક્ષના ઝભ્ભા લેગાધારીઓની સિન્ડિકેટ દ્વારા તપાસ ને ઠંડા બક્ષા માં નાખી દેવાઇ હોય તેમ લાગી રહ્યું છે. અને અધિકારીઓને પણ તપાસના નામે રગાસીયુ ગાડુ ચલાવે રાખવાનું જ કહેણ અપાઈ ગયું હોય તેમ અરજદાર ને ઉલ્ટા ચશ્મા પહેરાવવાનો સીનારીઓ દેખાવવા પામી રહ્યો છે આવા તબક્કે હોદ્દા ના દુરુપયોગ ની આટલી મોટી ગંભીર પ્રકરણની ગુનાહિત પ્રવૃત્તિમાં તટસ્થ અને કડક કામગીરી માટે પુનઃ મુખ્યમંત્રી ને લેખિતમાં રજૂઆત કરી જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં ભરવા રજૂઆત કરી છે.

 

 

 

અત્રે નોંધનીય છે કે અરજદારની રજૂઆત  સંદર્ભે સાચી દિશામાં તપાસ થાય તો કઈક ના પગ તળે રેલો આવે તેવું પ્રકરણ છે જરૂર છે, માત્ર મજબૂત અને કડક તપાસ કરી શકે તેવી એજન્સીને આ કેસની તપાસ સોંપવાની ..? કારણ કે સમગ્ર પ્રકરણથી જિલ્લા વિકાસ અધિકારી સુમાહિતગાર હોવા છતાં કેમ ચૂપકીદી સેવી મૌન બેસી રહ્યા છે ? અથવા તો તેમને કોની શરમ નડે છે..? તેવા અનેકવિધ સવાલો ઊઠવા પામી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application