સુરત મહાનગરપાલિકાના સરથાણા નેચર પાર્કમાં સફેદ વાઘની એક જોડી રાજકોટથી લાવવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં સુરત મ્યુનિ.ના પ્રાણી સંગ્રાહલયમાં હોગ ડિયરની જોડી પણ લાવવામાં આવશે.
શહેરોના પ્રાણી સંગ્રહાલય વચ્ચે એનીમલ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ અંતર્ગત પ્રાણીઓની અદલા-બદલી કરાય છે. તે અંતર્ગત સુરત પાલિકાએ રાજકોટ પ્રાણી સંગ્રાહલ ખાતેથી હાલ આ કાર્યક્રમ હેઠળ સફેદ વાઘની એક જોડીને મેળવી છે સાથે સિલ્વર પીજીયનની જોડી પણ સુરત લવાઇ છે. આગામી દિવસોમાં સરથાણા નેચર પાર્કમાં તે જોવા મળશે. તેની સામે 2 દિવસ પહેલા સુરતથી દિપડા અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલયને અપાઇ હતી.
ઉપરાંત સફેદ મોરની જોડી અને સ્પુન બિલની જોડી રાજકોટ મોકલાશે. તેના બદલમાં સુરતને હોગ ડિયરની 2 જોડી મળશે. આમ, આગામી દિવસોમાં પાલિકાના પ્રાણી સંગ્રાહલયમાં સફેદ વાઘ અને સિલ્વર પીજનની લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરતના તાપી કિનારે સરથાણા ખાતે 81 એકર જમીનમાં પ્રાકૃતિક ઉદ્યાનમાં વિવિધ જંગલી પ્રાણીએ સાથે સરીસૃપ અને પક્ષીઓ પણ પ્રદર્શન માટે ખાસ પ્રકારની સુવિધા સાથે ખુલ્લા મુકવામા આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500