સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી કોઈ કેફી પીણાનો નશો કરી લથડીયા ખાતો એક ઇસમને ઝડપી પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમિયાન સોનગઢ-લક્કડકોટ માર્ગ આવેલ હનુમાનજીના મંદિર પાસેથી જાહેર રસ્તા પરથી ઉમેશભાઈ વાશુદેવભાઈ પાટીલ હાલ રહે, સીપીએમ કોલોની, ગુણસદા ગામ,પીપળ ફળિયું તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લથડીયા ખાતો ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈની ફરિયાદના આધારે ઉમેશ પાટીલ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આવી હતી.
સોનગઢના દેવજીપુરામાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી પાડી એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રોહી ગુના અંગેની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના દેવજીપુરા વિસ્તારમાં રહેતી ગજેરાબેન મહેશભાઈ ગામીતે વગર પાસ પરમીટે ઘરની પજારીમાં સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસની રેડમાં ઝડપાઈ ગઈ હતી.બનાવ અગે પોલીસકોન્સ્ટેબલ દીપકભાઈની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સોનગઢના ચાંપાવાડી ગામ પાસેથી એકટીવા ગાડી પર દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના ચાંપાવાડી ગામના પેટ્રોલ પંપ પાસેથી એક નંબર વગરની એકટીવા ગાડી ઝડપી પાડી તપાસ હાથ ધરતા એકટીવા ગાડીનો ચાલક વીરસીંગભાઈ રમેશભાઈ ગામીત રહે, ચાંપાવાડી ગામ, ડુંગરી ફળિયું તા.સોનગઢ ના કબજામાંથી વિદેશીદારૂ/સુગંધી સંતરાની બાટલીઓ નંગ 72 જેની કિંમત રૂપિયા 36,00/- નો દારૂ તેમજ 500 રૂપિયાનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ બનાવમાં હેડકોન્સ્ટેબલ સંજયભાઈની ફરિયાદના આધારે દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 41,00/- નો મુદ્દામાલ કબજે કરી વીરસીંગ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોધવામાં આવ્યો છે.
સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી કોઈ કેફી પીણાનો નશો કરી બાઈક હંકારી લઈ આવતા એક શખ્સને ઝડપી પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમિયાન સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી એક મોટર સાયકલ નંબર જીજે/26/એફ/9532 નો ચાલક રવીન્દ્રભાઈ પરસુરામભાઈ બોરસે (ઉ.વ.44) રહે, જમાદાર ફળિયું તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લોકોની જિંદગી જોખમાય તે રીતે પોતાની કબજાની બાઈક વાંકીચુકી હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સરજીતભાઈની ફરિયાદના આધારે રવીન્દ્રભાઈ બોરસે વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આવી હતી.
સોનગઢના ભરાડદા ગામમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને વરલી મટકા જુગારના સાધનો તથા રોકડ રકમ સાથે ઝડપી પાડી જીલ્લા એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જીલ્લા એલસીબી સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના ભરાડદા ગામના નિશાળ ફળીયામાં રહેતો રમણભાઈ શાંતુભાઈ ગામીત, ગામના ઝાડ નીચે બેસી વરલી મટકાનો જુગાર રમાડતો હોય એલસીબી સ્ટાફના માણસોએ ઝડપી પાડી તપાસ હાથ ધરતા તેના કબજામાંથી વરલી મટકા જુગારના સાધનો તેમજ અંગ ઝડતી માંથી મળી મળી આવેલ રોકડ રૂપિયા 5,960/- ના મુદ્દામાલ સાથે રમણ ગામીતને ઝડપી પાડવામાં આવ્યો હતો. બનાવ અંગે સંજયભાઈની ફરિયાદના આધારે રમણ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સોનગઢના મોટા બંધારપાડા ગામમાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રોહી ગુના અંગેની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના મોટા બંધારપાડા ગામના બજાર ફળીયામાં રહેતો મહેશભાઈ છગનભાઈ ગામીતે વગર પાસ પરમીટે ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે પોલીસની રેડમાં ઝડપાઈ ગયો હતી. બનાવ અગે હેડકોન્સ્ટેબલ ઉદેસીંગભાઈની ફરિયાદના આધારે મહેશ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાપોદ્રામાં હીરાબાગ નજીક બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં આધેડનું મોત
November 24, 2024સુરત શહેરમાં યુવકને માંઠુ લાગતાં અને યુવતીએ બીમારીને કારણે આપઘાત કર્યો
November 24, 2024અમદાવાદનાં ઠક્કરનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને રોકી ધમકી આપી
November 24, 2024નાઘેડી ગામનો ભરણપોષણ અને મારામારીનાં કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
November 24, 2024