મેક્સિકોના એક બારમાં મહિલાઓ સાથે છેડતી કરી રહેલા એક વ્યક્તિને બારના કર્મચારીઓએ બહાર કાઢી મુક્યો હતો. જેના પગલે રોષે ભરાયેલા વ્યક્તિએ બારને આગ લગાવી દીધી હતી. જેના કારણે 11 લોકોના મોત થયા છે અને બીજા સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે.
મેક્સિકોના સોનોરા રાજ્યના સેન લુઈસ રિયો કોલોરાડો શહેરમાં શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી. સ્થાનિક તંત્રનુ કહેવુ છે કે, મોતને ભેટનારામાં સાત પુરુષો અને ચાર મહિલાઓ છે. બીજા ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.આ ઘટનાનો આરોપી બારમાં વધારે પડતો નશો કરી બેઠો હતો. તે મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરી રહ્યો હતો અને તેના કારણે તેને બારમાંથી બહાર મોકીલ દેવામાં આવ્યો હતો. એ પછી તે ગુસ્સામાં પાછો ફર્યો હતો અને બાર પર પેટ્રોલ બોંબ ફેંક્યો હતો. જેના કારણે બારમાં આગ લાગી હતી અને ભારે દોડધામ મચી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application