Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હજ્જારો કન્યાદાન કરનાર જાણીતા સમાજ સેવી મહેશ સવાણીઍ ‘આપ’નું ઝાડું પકડ્યું

  • June 27, 2021 

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું સુરત ખાતે ઍક મિશન હતું અને આજે સવારે સુરતની મુલાકાતે આવી પહોચ્યા  હતા. સવારે સાત વાગ્યે તેમનું સુરત ઍરપોર્ટ ખાતે પાર્ટીર્ના નેતાઓ અને અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.મનીષ સિસોદિયા ઍરપોર્ટથી સીધા સુરત સર્કિટ હાઉસ પહોîચ્યા હતા. જ્યાં આપના નેતાઓ સાથે મીટીંગ કરી હતી. તેમજ શહેરના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીઍ શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારબાદ અગાઉથી જાહેર કરેલા કાર્યક્રમ મુજબ નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી કલબ ખાતે મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા હતા મનીષ સિસોદિયાએ ખેસ અને ટોપી પહેરાવી આમ આદમી પાર્ટીમાં સ્વાગત કયું હતુ.આ સાથે  છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો હતો.

 

 

 

 

 

સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં ભાવુક બનીને પોતાની વાત રજુ કરતા કહ્યું કે હું એક સમાજનો નહી પરંતુ તમામ સમાજનો છું.  સમાજ સેવામાં માનવવા વાળો માણસ છું. છેલ્લા બે ત્રણ મહિનામાં જોયું એટલે મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે. મે મારા હિતેચ્છુ તથા મિત્રો વર્તુળની પણ સલાહ લીધી તેમણે મને કહ્યું તમે આખા ગુજરાતની સેવા કરી શકો છો. કેટલાક મિત્રોઍ ઍ પણ કહ્યું કે બીજી પાર્ટીમાં જશો તો હેરાન થશો, મારે સેવા કરવી છે શું થશે મને ગોળી મારી દેશે, મેં મારી જિંદગી જીવી લીધી છે, સમાજના કામમાં રાજકારણ ન હોવું જાઇએ. મે વિશ્વસના તમામ દેશોની મુલાકાત લીધી છે. ત્યારે તમામ ખાનગી શાળાઓને ટક્કર મારે ઍવી સરકારી શાળાઓ આપઍ દિલ્હીમાં બનાવી છે. ઍ જોઈ હું આપ પાર્ટીની કામગીરીથી પ્રભાવિત થયો છું. ઍમ કહેતા ભાવુક બનીને લાગણીવશ મહેશ સવાણીના આંખમાં આંસું આવી રડી પડ્યા હતા અને વધુમાં તેમણે કહ્યું કે મેં ૮૦ વર્ષ જૂનું બિલ્ડિંગ પસંદ કર્યું નથીં, બસ મારે સુરતની નહી પરંતુ સમગ્ર ગુજરાતની સેવા કરવી છે, મેં વિદેશની, અહીંયાની અને દિલ્હીની સરકાર જોઇ છે ઍટલે મેં આ પક્ષ પસંદ કર્યો છે. જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી મહેશ સવાણીના આપ પાર્ટીમાં જોડાવાના પ્રત્યાઘાતો છેક સૌરાષ્ટ્ર સુધી પડી શકે છે અને આગામી સમયમાં વધુ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ આપનો સાથ પકડે એવી જારશોરથી ચર્ચાઓ ઉઠવા પામી છે. મનીષ સિસોદિયાના કાર્યક્રમ સમયે તાજેતરમાં આપમાં જોડાયેલા જાણીતા ટીવી ઍન્કર ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ અને પ્રોફેસર કિશોરભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા.

 

 

 

 

 

કાર્યકર્તાઓને સિસોદિયાનું ભવ્ય સ્વાગત કરતા અટકાવી દેવાયા

મનીષ સિસોદિયા આજે સવારે સુરત ઍરપોર્ટ ખાતે ઉતરાણ કર્યા બાદ સીધા સર્કિટ હાઉસ જવાના હતા. મનીષ સિસોદિયાના આગમન પહેલા રસ્તામાં આપના કાર્યકર્તાઓને અટકાવી દેવાતા કાર્યકર્તાઓઍ રોષ વ્યકત કર્યો હતો. આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયાની આગેવાની હેઠળ ભાજપ સરકારની તાનાસાહી સામે ઍક થઈને જાહેર રોડ ઉપર વિરોધ કર્યો હતો. મગદલ્લા ચોકડી પરના ઓવરબ્રિજ નીચેથી જ ઍટલે કે ઍરપોર્ટના સવા કિલો મીટર પહેલા સુરક્ષાના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓને પોતાના માન મનતા નેતા અને દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાનું ભવ્ય સ્વાગત કરતા અટકાવાયા હતા.

 

 

 

 

ગુજરાતીઓને આપ ­ પ્રત્યે વધુ વિશ્વાસ છેઃ સિસોદિયા

મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, સુરતમાં હવે યુવાનો અને ભણેલા લોકોની ટીમ એકઠી થઇ છે, ગુજરાતમાં પણ હવે આપનું કામ બોલે છે. ગુજરાતીઓને આપ ­ત્યે વધુ વિશ્વાસ છે. મહેશ સવાણીએ લાંબા સમયે સુધી સેવાભાવી કાર્યો કર્યા છે અને હવે તેઓ આપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી હવે ઝઘડા પાર્ટી બની ગઈ હોવાનુ કહી ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે તેની પાસે ઝઘડા સિવાય કોઈ કાર્યથી સુરત મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિના ૬૦૦ કરોડના બજેટ ઉપર ભાજપ વર્ષોથી મનમાની  ચલાવી રહ્યું છે. ચોરી યથાવત રાખવા માટે પાલિકામાં આપના કાર્યકરો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. વધુમાં દિલ્હીમાં ઓક્સિજન મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓફિસમાં રિપોર્ટ બનાવ્યો હતો. આવો કોઇ રિપોર્ટ બની જ નથી. આજે ૭૨ કલાક થઇ ગયા છતા રિપોર્ટ આપ્યો નથી.

 

 

 

 

આપના મહિલા કોર્પોરેટરના પતિનો કાર્યક્રમના સ્થળે આપઘાતનો પ્રયાસ

સુરતના વોર્ડ નં.૩ના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતા આક્ષેપ કરવામાં આવ્યા છે.મહિલા કોર્પોરેટર દ્વારા કામરેજના ધારાસભ્ય દ્વારા તેમની ભાજપમા જોડાવા માટે ત્રણ કરોડની ઓફર કરી હતી તેવો આક્ષેપ કર્યો હતો. અને તેમના પતિને ભાજપના કહેવાતા ઍજન્ટ દ્વારા ભાજપમાં જોડાવા માટે દબાણ કરાયું હતું. બાદમાં પતિ પત્ની વચ્ચે વાદ-વિવાદ થતાં ઋતા દુધાગરા અને તેના પતિ ચિરાગ વચ્ચેનો ઘરસંસાર ભંગી પડ્યો હતો બાદમાં બંને વચ્ચે વિક્ષેપ થતાં છૂટા છેડા થયાં છે. ચિરાગે પત્નીના આક્ષેપને વખોડીને કહ્યું હતું કે મારૂ ઘર તોડવામાં આપના શહેર પ્રમુખનો રોલ છે અને મારી પત્ની સાથે છૂટાછેડા થયા નથી ઍવો તેને આક્ષેપ કર્યો હતો. કોર્પોરેટર પત્નીના આક્ષેપથી પીડીત ચિરાગે આજે આપના કાર્યક્રમના સ્થળે જીવનભારતી કમ્પાઉન્ડમાં શરીરે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ ચિરાગને તાત્કાલિક બહાર લઈ ગઈ હતી. જોકે પોલીસે આ વાત સાથે હજી કોઈ નિવેદન આપ્યા નથી પરંતુ કાર્યકર્તાઓઍ આ વાતને વેગ આપતા ચર્ચાનો વિષય બન્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application