નવસારી-વિજલપોર નગરપાલિકાનાં પ્રમુખ, કારોબારી ચેરમેન, વોટર વર્કસ શાખાના ચેરમેન તથા ચીફ ઓફિસરએ જણાવ્યું છે કે, નવસારી-વિજલપોર નગરપાલિકાના મેઈન વોટરવર્કસ દુધિયા તળાવ સ્થિત 30 એમલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શહેરને પાણી પુરવઠો આપવામાં આવે છે. આ 30 એમલડીવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ફિલ્ટર બેડને વોશ આપવા માટે બેકવોશ ટાંકીની મેઈન 450 એમએમની એમએસની લાઇન તૂટી જતા જેની ટેપરિંગની કામગીરી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લાઈન છેલ્લા 22 વર્ષથી કાર્યરત હતી. આ માટેની એજન્સી દ્વારા પૂર્વતૈયારી પૂર્ણ કરાય છે.
આ લાઈન રિપેર કરવા મેઈન વોટરવર્કસ તારીખ 14 અને 15 માર્ચ એમ બે દિવસ બંધ રાખવું પડે એમ હોવાથી શહેરને આ 2 દિવસ એક ટાઇમ ઓછા દબાણે પાણી મળશે. જેથી શહેરીજનોએ પાણીનો ઉપયોગ કરકસૂરયુક્ત કરવા અને બગાડ નહીં કરવા, બચાવ કરવા તેમજ બે દિવસ સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. જોકે લોકોને અગવડ ન પડે તે હેતુથી જ એક ટાઇમ પાણી આપવાની વ્યવસ્થા પણ ઉભી કરાઇ છે. બે દિવસમાં રિપેરીંગ કાર્ય પૂર્ણ કરી રાબેતા મુજબ પાણી વ્યવસ્થા શરૂ કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500