Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હનીટ્રેપ કરી રૂપિયા 2 લાખ પડાવવાના ગુનામાં સાવરકુંડલાનો વોન્ટેડ યુવક ઝડપાયો

  • January 05, 2022 

સુરતના પુણા પોલીસ મથકમાં સવા વર્ષ અગાઉ નોંધાયેલા હની ટ્રેપના ગુનામાં વોન્ટેડ મૂળ સાવરકુંડલાના યુવકને સુરત શહેર એસઓજીએ સણીયા હેમદ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો. ડિંડોલીમાં રહેતા યુવકે સ્ત્રી મિત્રો અન્ય મિત્રોની મદદથી વરાછાના બે વ્યક્તિને પુણા ભૈયાનગર અર્પણ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં શરીર સુખની લાલચ આપી બોલાવી રૂપિયા 2 લાખ પડાવ્યા હતા. એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈને મળેલી બાતમીના આધારે સણીયા હેમદ બસ સ્ટેન્ડ પાસેથી શિવરાજસિંહ ઉર્ફે શિવો લખુભા લાલુ (રહે.ફ્લેટ નં.201,અંજની નંદન એપાર્ટમેન્ટ,ડિંડોલી ખરવાસા રોડ,સુરત. મૂળ રહે.સરકડીયા,તા.સાવરકુંડલા,જિ.અમરેલી) નાને ઝડપી લીધો હતો. સુરતમાં સાડી પર સ્ટોન લગાવવાનું જોબવર્ક કરતો શિવરાજસિંહ ઉર્ફે શિવો ઓક્ટોબર-2020માં સુરતના પુણા પોલીસ મથકમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનામાં તેમજ વર્ષ-2017માં સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા છેડતીના ગુનામાં વોન્ટેડ હતો.સુરતમાં શિવરાજસિંહ ઉર્ફે શિવોએ તેની સ્ત્રીમિત્રો અન્ય મિત્રોની મદદથી વરાછાના બે વ્યક્તિને પુણા ભૈયાનગર અર્પણ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં શરીર સુખની લાલચ આપી બોલાવી અન્ય મિત્રો સાથે ફ્લેટમાં ઘુસી જઈ મિત્રોની ઓળખ પોલીસ તરીકે અને પોતાની ઓળખ સોસાયટીના પ્રમુખ તરીકે આપી પોલીસ કેસ કરવાની ધમકી આપી રૂપિયા 2 લાખ પડાવ્યા હતા. હની ટ્રેપના આ ગુનામાં તેના બે મિત્રો ઝડપાતા તે વતન ભાગી ગયો હતો. જોકે, વર્ષ 2017માં સુરતમાં મકાન લેવા બાબતે સાવરકુંડલા ખાતે રહેતા એક વ્યક્તિ સાથે ઝઘડો થતા તેનો બદલો લેવા તેણે તે વ્યક્તિના ઘરે જઈ તેની પત્નીની છેડતી કરી ધમકી આપી હતી. તે અંગે ગુનો નોંધાતા તેણે આગોતરા જામીન તો લીધા હતા પણ કોર્ટમાં બોન્ડ નહીં ભરતા જામીન કેન્સલ થતા તે ભાગતો ફરતો હતો. આથી તે ગામમાં જવાને બદલે આજુબાજુના વિસ્તારોમાં ફરતો રહેતો હતો. થોડા દિવસ ત્યાં રહી ફ્રરી તે સુરત આવી રહેતો હતો. એસઓજીએ તેનો કબ્જો પુણા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application