તાપીનાં સોનગઢ ટાઉન પોલીસ સ્ટેશનના માઇન્સ એન્ડ મિનરલના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, સુરત ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમ પેટ્રોલીંગમાં હતી.
તે દરમીયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, તાપી જિલ્લાના સોનગઢ ટાઉન પોલીસ સ્ટેશનના માઈન્સ એન્ડ મિનરલ (ડેવલોપમેન્ટ રેગ્યુલેશન) એક્ટ મુજબના કામે ફરતો આરોપી હર્ષદભાઈ છગનભાઈ કેવરીયા (રહે.105 ક્રિષ્ના રો-હાઉસ, વિભાગ-1 પાસોદરા ગામ,કામરેજ) કે જે કામરેજ ખાતે હોય પોલીસે તેને બાતમીવાળી જગ્યાએથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500