દારૂના ગુનામાં છેલ્લા 11 માસથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર ના નાસિક ખાતેથી ઝડપી પાડવામાં તાપી જીલ્લા પોલીસ ને સફળતા મળી છે,
મળતી માહિતી અનુસાર તાપી જીલ્લા એલસીબી સ્ટાફના માણસો ડોલવણ પોલીસ મથકે દાખલ થયેલ દારૂના ગુના ના કામે ગત ફેબ્રુઆરી 2020 માં કમલેશ રામપ્યારે યાદવ રહે, લહરપાર બંશી જપતી માફી તા,ગોઢનપુર જી,આજમગઢ ઉત્તર પ્રદેશ નાઓને દારૂનો જથ્થો બાટલીઓ નંગ-4848 જેની કુલ કિંમત રૂપિયા 19,92,000/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ, જેની તપાસ દરમ્યાન દારૂનો જથ્થો ભરાવી આપનાર ગોવિંદભાઈ નાઓનું નામ વિનોદ રાજમની યાદવ રહે,નાશીક નાઓ હોવાનું જણાઈ આવેલ હતું, ગઈ તા.28મી જાન્યુઆરી 2021 ના રોજ શ્રી ડી.એસ.લાડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઈમ બ્રાંચ-તાપી નાઓ અને સ્ટાફના માણસો આરોપીની ધરપકડ કરવા સારૂ કવાયત હાથ ધરતા આરોપીને સ્થાનિક ક્રાઈમ બ્રાંય નો સંપર્ક કરી નાસિક ખાતેથી પકડી પાડી વ્યારા ખાતે લઈ આવેલ હતા. આરોપી વિનોદભાઈ ઉર્ફે ગોવિંદ રાજમનીભાઈ યાદવ હાલ રહે,205 શુકન રો-હાઉસ નવલેમાલા પાથર્ડ ફાટા,નાસિક શહેર મુળ રહે, નીમા ગામ પોસ્ટ બિનૈકા થાના આસપુર દેવસરા તા,પટ્ટી જી,પ્રતાપગઢ (ઉત્તરપ્રદેશ) નો કોરોના વાઈરસ અંગેનો રિપોર્ટ નેગેટીવ આવતા તા.29મી જાન્યુઆરી 2021 નારોજ અટક કરી નામદાર ડોલવણ કોર્ટમાં રજુ કરતા તા.3જી ફેબ્રુઆરી 2021 સુધી દિન 5 ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
આરોપીની સઘન પુછ પરછ દરમિયાન આરોપીએ સુરત ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્ર નગર, જુનાગઢ, કચ્છ પુર્વ ગાંધીધામ, મોરબી, કચ્છ પૂર્વ, આણંદ જીલ્લો તેમજ તાપી જીલ્લાના એમ કુલ 11 ગુન્હાઓની કબુલાત હતી. આમ શ્રી ડી.એસ.લાડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ જી.તાપી તથા સ્ટાફની ટીમને દારૂના ગુન્હાના વોન્ટેડ આરોપીને 11 મહિના બાદ નાસીકથી ઝડપી પાડી સઘન પુછ પરછ દરમ્યાન અન્ય 11 ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાની કબુલાત કરતા, મોટા પાયે દારૂની હેરાફેરી કરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500