Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પશુની હેરાફેરીમાં વોન્ટેડ આરોપી સોનગઢ માંથી ઝડપાયો

  • July 25, 2021 

 

તાપી જિલ્લાના એલસીબી એ સોનગઢ ના પશુ હેરાફેરીના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપી સોનગઢ વિસ્તાર ફરી રહ્યાની બાતમી આધારે ઓટા ચાર રસ્તા પાસે થી ઝડપી લીધો હતો અને વધુ તપાસ માટે પોલીસ ને સોંપી દેવાયો હતો.તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા.

 

 

 

 

તે દરમિયાન હેડકોન્સ્ટેબલ અનિરુધ્ધભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સોનગઢ પોલીસ મથકે ગુ.ર.નં.118224004200715/2020 (પશુ-ઘાતકીપણા) મુજબના ગુનાના નાસતો ફરતો વોન્ટેડ આરોપી આચારભાઈ સલીમભાઈ ઉર્ફે અલીભાઈ સિંધી (રહે,લસકોઈ કુવો.રાધનપુર ચોકડી પાસે-મહેસાણા) નાને સોનગઢના ઓટા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી આરોપી આચારભાઈ સલીમભાઈ ઉર્ફે અલીભાઈ સિંધીની પૂછપરછ હાથ ધરતા આરોપીએ સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ ગુનાની કબુલાત કરી હતી. હાલમાં મહામારી અનુસંધાને આરોપીની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી મેડીકલ કરાવવા તજવીજ કરી સોનગઢ પોલીસ સોંપાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application