વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં તાપી પોલીસને સફળતા મળી છે. તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડનો સ્ટાફ આજરોજ વ્યારા પોલીસ સ્ટેશન એરિયામાં પેટ્રોલીંગમાં હતો.
તે દરમિયાન મળેલ પાક્કી બાતમીના આધારે વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂનાં ગુન્હા નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાકેશભાઈ બાબુભાઈ દેસાઈ (રહે.સરગમ કોમ્પ્લેક્ષ,ડોક્ટર હાઉસ પાસે,વરાછા-સુરત)ને વ્યારાના ટીચકપુરા બાયપાસ હાઇવે પાસેથી ઝડપી લઇ તેની પૂછપરછ હાથ ધરતા તેણે વ્યારા પોલીસ મથકે નોંધાયેલ ગુન્હાની કબુલાત કરી હતી. આ મામલે પોલીસે પકડાયેલ વોન્ટેડ આરોપીની અટકાયત કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application