ગત તા.22 માર્ચના રોજ ઉત્તરપ્રદેશ રાજયના જોનપુર જીલ્લાના બરસઠી પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયેલ જે ગુનામાં દુકાનદારને તેની સોનાની દુકાન બંધ કરી સાંજે પોતાના ઘરે જતી વખતે રસ્તામાં કઠેરવા પુલ પાસે પાછળથી એક સફેદ કલરની અપાચી મોટરસાઈકલ લઈને બે ઇસમો પોતાનું મોઢું બાંધી ફરીયાદીના હાથમાં રહેલ સોના-ચાંદીના દાગીનાની બેગ ઝુંટવી લઈ ભાગી ગયા હતા જે આજદિન સુધી પોતાની ધરપકડ ટાળવા સારૂ ભાગતો ફરતો હતો.
જે અંતર્ગત કડોદરા GIDC પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે અંગત રાહે બાતમી મળી હતી કે, આ લૂંટના આરોપી એવા અભિષેક પાન્ડે ઉર્ફે ભીમ વિજયમણી પાન્ડે નાને તાંતીથૈયા, દુર્ગામીલ પાસે ઉભેલ છે જેને ઝડપી પાડી તેને કડકાઈ પૂર્વક પૂછપરછ કરતા ગુન્હાની કબૂલાત કરી હતી. આમ, આરોપીને હાલ પોલીસે તાબામાં લઇને જોનપુર જીલ્લાના બરસઠી પોલીસ સ્ટેશન (યુ.પી.) ના પોલીસને કબ્જો સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application