સુરતમાં હાલ ચાલી રહેલા કોરોના સંક્રમણમાં મેડિકલ સ્ટાફની ઘણી અછત થઇ રહી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવાને કારણે કોરોના પોઝિટીવ તથા અન્ય દર્દીઓની સારવારમાં મુશ્કેલી પડી રહી છે. જેને કારણે મહાનગરપાલિકાએ આયાથી માંડીને સિનિયર મેડિકલ ઓફિસરની જગ્યા ભરવાની જાહેરાત કરી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હાલ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ઘણી અછત જોવા મળી રહી છે. આ અછત નિવારવા માટે મહાનગરપાલિકાએ કામચલાઉ ધોરણે 1,376 કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.
સુરત મહાનગરપાલિકાએ કોરોનાની મહામારીને કારણે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને સ્મીમેરમાં બેડની સંખ્યા વધારવી છે. બેડની સંખ્યા વધવા સાથે દર્દીઓની ભરતી પણ થઈ રહી છે પણ સ્ટાફની ઘટ છે.
સ્મીમેર હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ત્વરિત સારવાર મળે તે માટે મહાનગરપાલિકાએ મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. એમસીઆઈના નિયમ મુજબ લાયકાત ધરાવતા તે સિનિયર રેસિડન્ટ, 7 જનરલ મેડિસિન, 6 એનેસ્થેસિયા, 211 મેડિકલ ઓફિસર, 4 રેડીયો ગ્રાફિક્સ ટેકનિશિયન, 18 બાયોમેડિકલ આસિસ્ટંટ એન્જિનિયર, 7 ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ ટેકનિશિયન, 430 નર્સ અને 315 વોર્ડબોય અને 368 આયાની હંગામી ધોરણે ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.
મહાનગરપાલિકાએ જાહેરાત બહાર પાડી છે તેમાં આ જગ્યા ત્રણ મહિના અથવા કોરોનાનું સંક્રમણ રહે તે સમય સુધી નિમણૂક કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500