વ્યારાના કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે ઉપર સુરત-ધુલિયા માર્ગ ઉપર કોટવાળીયા પરિવારની ત્રીપલ સવારી બાઇકને 108 એમ્બ્યુલન્સે રોંગ સાઇડે આવી સામેથી ટક્કર મારતા બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હોય સુરત રીફર કરાયો છે, જ્યારે આ અકસ્માતમાં એક મહિલા અને યુવતીનાં પગે ફેક્ચર થતા વ્યારા જનરલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાઈ છે. પોલીસે 108નાં ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરત જીલ્લાના કામરેજ તાલુકાના કુમકુમ ગામે શેરડી કાપવાની મજૂરી કામે ગયેલ લગીનભાઇ સાકાભાઈ કોટવાળિયા રહે.સાદડવેલ ગામ કોટવાળીયા ફળિયુ તા. સોનગઢ નાઓનો તા.17/06/2023નાં રોજ સવારે પોતાની બાઈક નંબર GJ/19/L/7973 ઉપર પાછળની સીટ ઉપર પોતાની પત્નિ રીનાબેન તથા કુટુંબી મામાની દીકરી અનિતાબેન સાકરીયાભાઇ કોટવાળીયા રહે. ભડભુંજા તા.ઉચ્છલ નાને બેસાડી પોતાના ઘરે જતા હતા. તે વખતે સવારે 9 વાગ્યાનાં અરસામાં વ્યારા કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતા 108 એમ્બ્યુલન્સ નંબર GJ/18/GB/2496 નો ચાલક એમ્બ્યુલન્સ ઇન્દુ ગામ તરફથી રોંગ સાઇડે પુર ઝડપે હંકારી લાવી બાઈક ને આગળના ભાગે ટક્કર મારતા રીનાબેન અને અનિતાબેન બંનેનાં ડાબા પગમાં ફેકચર તથા શરીરે નાની મોટી ઇજા, લગીનભાઇને શરીરે ગંભીર ઇજા થતા અન્ય એક 108 એમ્બુલન્સમાં વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. લગીનભાઇ કોટવાળીયાને ગંભીર ઇજા હોય સુરત સિવિલ રીફર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે કાકરાપાર પોલીસે ફરિયાદના આધારે 108 એમ્બ્યુલન્સના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application