Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara police raids : મગદુમનગરમાં જુગાર રમતા ૬ જુગારીયાઓ પકડાયા

  • June 20, 2021 

વ્યારાના મગદુમનગરના વિસ્તાર માંથી જુગાર રમતા ૬ જુગારીયાઓને વ્યારા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી ૨૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

 

 

 

મળતી માહિતી મુજબ વ્યારા પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે રવિવારની રાત્રીએ આશરે ૧ કલાકના અરસામાં વ્યારાના મગદુમનગર વિસ્તારમાં આવેલ મસ્જીદ પાસે જાહેરમાં રોડ ઉપર ગંજી પાના વડે પૈસા વતી હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા ૬ જુગારીયાઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

 

 

 

 

પકડાયેલા જુગરીયાઓની અંગ ઝડતી માંથી રોકડ રૂપિયા ૧૧,૧૦૦/- તથા દાવ ઉપરના રૂપિયા ૨૧,૦૦/- મળી કુલ રૂપિયા ૧૩,૨૫૦/- તથા ૩ મોબાઈલ ફોન જેની કિ.રૂ.૭,૫૦૦/- મળી કુલ રૂપિયા ૨૦,૭૫૦/- નો મુદ્દામાલ સહિત જુગારના સાધનો કબજે કરી હેડ કોન્સ્ટેબલ નવરાજસિંહ જોરસિંહની ફરિયાદના આધારે ૬ જુગારીયાઓ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

કોણ-કોણ પકડાયું ??
  1. રઈસ શા અઝીઝ શા ફકીર (ઉ.વ.૩૬) રહે, મગદુમનગર-વ્યારા
  2. રમજાન શા મહેતાબ શા ફકીર (ઉ.વ.૩૭) રહે, મગદુમનગર-વ્યારા
  3. સલીમ શા ઇકબાલ શા ફકીર (ઉ.વ.૨૫) રહે, મગદુમનગર-વ્યારા
  4. ફસીયુદ્દીન સલાઉદ્દીન કાઝી (ઉ.વ.૩૫) રહે, મગદુમનગર-વ્યારા
  5. સમીર નબી કાકર (ઉ.વ.૧૯) રહે, મગદુમનગર-વ્યારા
  6. શકીલ શા અઝીઝ શા ફકીર (ઉ.વ.૪૪) રહે, મગદુમનગર-વ્યારા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application