વ્યારા નગરનાં વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા દિવ્યાબેન મિતેશભાઈ પંચાલ અને તેમનો પરિવાર લુહારી કામ કરવાનો સામાન તથા ખેતીને લગતા ઓજારો જેવા કે પાવડો, ત્રિકમ, દાતરડા, કુહાડો, પંજેટી તથા લોખંડના ચૂલા વગેરે જેવી ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે. જેઓ ગત તા.16/08/2021નાં રોજ ખેતીના ઓજારો ઓટલા ઉપર એકત્ર કરી પ્લાસ્ટીક મુકીને બંધી દઈ ઘરમાં સુઈ ગયા હતા.
તે દરમિયાન 1 વાગ્યાના અરસામાં અચાનક સાધનો પાસેથી અવાજ આવતા જાગી ગયેલા દિવ્યાબેન બહાર નીકળીને જોતા એક ઈસમ સિમેન્ટની કોથળીમાં દારડતા ભરતો હતો. જે ચોરે પરિવાર જાગી ગયાનું જાણતા ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ મહિલાએ બુમાબુમ કરી મુકતા આસપાસના પડોશી પણ જાગી જતા ચોરી કરીને ભાગતા ચોરને ઝડપી પાડ્યો હતો. જેના પાસેથી કોથળી માંથી 13 નંગ દાતરા અને 8 નંગ દાતરડી આમ કુલ મળી રૂપિયા 2910/-નો મુદામાલ મળી આવ્યો હતો જેથી બનાવ અંગે ચોરી કરનાર વરજીભાઈ ગામીત વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500