Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ખુશાલપુરા ગામે ટેમ્પો માંથી દારૂનો જથ્થો પકડાયો : ટેમ્પો ચાલક ફરાર

  • November 22, 2021 

વ્યારા તાલુકાનાં ખુશાલપુરા ગામની સીમમાંથી પસાર થઈ રહેલ એક ટેમ્પો પલટી મારી ગયો હતો. ત્યારબાદ ટેમ્પામાં તપાસ હાથ ધરતા દારૂનો જથ્થો હોવાનુ બહાર આવતા વ્યારા પોલીસ જાણ કરાઈ હતી જેથી વ્યારા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટેમ્પો માંથી દારૂની 7896 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 5,64,000/- હતી.સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખુશાલપુરા ગામની સીમમાંથી પુરઝડપે પસાર થઇ રહેલ દારૂ ભરેલ ટેમ્પો નંબર જીજે/05/બીટી/4100 જે નેશનલ હાઈવે નંબર-53 પર રવિવારે સવારનાં અરસામાં પલ્ટી મારી જતા 5 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાઇ ગયો હતો. આમ, પોલીસે દારૂનાં જથ્થો તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 12.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ભાગી છુટેલ ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application