કોરોના વાયરસ Covid-19 સંક્રમણને ધ્યાને લેતા સરકારે ગાઇડલાઇન બહાર પાડેલ છે. જેની અમલવારી માટે જીલ્લા મેજીસ્ટ્રેટ તાપીએ તથા ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયાએ જાહેરનામાં બહાર પાડેલ છે.
જે જાહેરનામાની કડક અમલવારી કરવા તાપી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી એ આપેલ સુચના આધારે તા.૦૩/૦૨/૨૦૨૧ના રોજ રાત્રે ૨૩.૧૫ વાગ્યે વ્યારા વેગી ફળિયામાં જાહેરમાં સંતોષ દેવચંદ ભોઈએ લગ્ન પ્રસંગનું આયોજન કરી તેમાં ડી.જે. સાઉન્ડ સિસ્ટમ ) બોલાવી , લોકોને ભેગા કરી હાલમાં ચાલતી Covid-19ની વૈશ્વિક મહામારી અનુસંધાને સરકાર/ક્લેકટર દ્વારા બહાર પાડેલ જાહેરનામાં/ગાઇડલાઇનનું પાલન ન કરી લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી તેમજ માસ્ક તથા સેનેટાઇઝરનો ઉપયોગ ન કરી જાહેરનામાનો ભંગ કરતા કાર્યક્રમનું આયોજન કરનાર સંતોષભાઈ દેવચંદભાઈ ભોઈ રહે.વેગી ફળિયુ, ડી.જે.નો સંચાલક બળવંત નટવર સુરતી રહે.૨૩૯ શિવશક્તિ પાર્ક સોસાયટી મુસા,વ્યારા તથા ઓપરેટર પ્રેમ રમેશ જાધવ રહે.વેગી ફળિયુ વ્યારાના વિરૂધ્ધમાં વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ડી.જે. સાઉન્ડ સિસ્ટમ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application