વ્યારા તાલુકાના કપુરાથી સરૈયા જતા રસ્તા પર છીંડીયા ચોકડી પાસે સવારના અરસામાં ઉદયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટનો ટેમ્પો નંબર એચઆર/55/એજે/9525માં 100 બોરી વિમલ પાન-મસાલા તથા 20 બોરી તંબાકુ ભરી ડ્રાઇવર આબિદ ફજ્જર મેવ (રહે.કાકડકોપર ગામ,તા.કપરાડા,જિ.વલસાડ) અને ક્લિનર વસીમ અહેમદ જે કાકડકોપર ગામથી નિઝર જતા હતા.
તે સમયે સાડા ચારેક વાગ્યાના અરસામાં છીંડીયા ચોકડીથી આશરે 100 મીટરે પહોંચતા એક ટાટા કંપનીની ટ્રકમાં 6 અજાણ્યા ઇસમોએ આવી ટેમ્પાની આગળ ટ્રક આડી કરી ટેમ્પો ચાલક તથા ક્લીનરને બંધક બનાવ્યા હતા અને ટેમ્પોને અટકાવી ટેમ્પો ચાલકને ઢોર મારમારી તેને ચપ્પુ જેવા હથિયારથી ઇજા પહોંચાડી હતી.
ત્યારબાદ ઇસમઓએ ટેમ્પોમાં ભરેલ 100 બોરી વિમલ પાન-મસાલા તથા 20 બોરી તંબાકુ પૈકીની 72 બોરી વિમલ પાન-મસાલા, 20 બોરી તંબાકુ મળી કુલ રૂપિયા 9,31,056/-ની લુંટ કરી બાદમાં ટેમ્પો તથા 28 બોરી પાન- મસાલા જેતવાડી ગામની સીમમાં બિનવારસી મુકી અજાણ્યા ઈસમો ભાગી છુટ્યા હતા. બનાવ અંગે વ્યારા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500