“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગરના સહયોગથી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર તાપી દ્વારા ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન 2.0 (2 કિ.મી.દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારા નગરપાલિકા પ્રમુખ, કારોબારી સમિતિના અધ્યક્ષ તેમજ ચીફ ઓફિસર ફ્રીડમ રનને સિનિયર સીટીઝન હોલ વ્યારાથી સવારે 7.30 કલાકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અભિષેક એસ્ટેટ, તળાવ પોલીસ ચોકી, ભાવસાર કેમીકલ થઇ સિનિયબ સીટીઝન વ્યારા ખાતે દોડ સમાપ્ત થઇ હતી. ફ્રીડમ રન 2.0માં 155થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો.
તાપી જિલ્લાના યુવાનો ખેલ પ્રવૃત્તિમાં જોડાય તેમજ મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે સરકાર દ્વારા આ અભિયાન શરૂ કરાયું છે. ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનનો મુખ્ય ઉદેશ્ય લોકો તંદુરસ્ત રહે તથા ફીટ ઇન્ડિયા કાર્યક્રમ પ્રતિ જાગૃતતા લાવવાનો છે ઉપરાંત આ સંદેશ દરેક નાગરિક સુધી પહોચાડવાનો છે અને દોડમાં ભાગ લેનાર યુવાનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500