મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં કેળકુઈ ગામે બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ઉપર સવાર દંપતિને ઈજાઓ પહોંચી હોવાનો બનાવ પોલીસે મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં કેળકુઈ ગામનાં નદી ફળિયામાં રહેતા દિલીપભાઈ પરભુભાઈ ચૌધરી તેમની પત્ની નીતાબેન સાથે ગત તા.05નાં રોજ બાઈક નંબર જીજે/19/જે/6958ને લઈ કેળકુઈ ગામનાં ડુંગરી ફળિયા માંથી પસાર થઈ રહ્યા હતા. તે સમય દરમિયાન ટેમ્પો નંબર જીજે/26/ટી/2723નો ચાલક વિપુલભાઇ દરજીભાઇ ચૌધરી (રહે.કેળકુઈ ગામ, ગાંધી ફળીયું, વ્યારા) નાએ પોતાના કબ્જાનો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી બાઈક સાથે અથડાવી દેતા બાઈક ઉપર સવાર દિલીપભાઈને માથામાં, ચહેરા ઉપર તેમજ ડાબા પગે ફેકચર થયું હતું જયારે નીતાબેનને પણ ચહેરા પર અને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે યોગેશભાઈ ચૌધરીએ ટેમ્પો ચાલક વિપુલ ચૌધરી વિરુદ્ધ સોમવારે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application