Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટીચકપુરા ગામેથી કારમાંથી દારૂનો જથ્થો પકડાયો, ચાલક ફરાર

  • November 18, 2021 

સુર્યવંશી મનિષા/વ્યારા : તાપી પોલીસના સ્ટાફના માણસો બુધવારે મળસ્કે ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનગઢથી સુરત જતા નેશનલ હાઈવે ઉપર આવેલ ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતા હાઈવે રોડ ઉપર પ્રોહી. ગુન્હા અંગે વોચમાં હતા. તે દરમિયાન સોનગઢ તરફથી આવતી એક સ્વીફ્ટ ફોર વ્હીલ કાર નંબર જીજે/16/એપી/3719ને આવતા જોઈ પોલીસે તેને લાકડીના ઈશારે રોકવાની કોશિશ કરતા ચાલકે પોતાના કબજાની કાર પુરઝડપે હંકારી જતાં પોલીસે કારનો પીછો કરતા ચાલકે પોતાની કાર ટીચકપુરા બાયપાસ રોડની બાજુમાં ઉભી રાખી શેરડીના ઉભા પાકવાળા ખેતરમાં અંધારાનો લાભ ઉઠાવી ભાગી ગયો હતો.





ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા કારની અંદરના ભાગે તેમજ ડીકીમાંથી ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂની કુલ 1656 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1,10,400/- હતી. આમ, પોલીસે કાર અને ઈંગ્લીશ દારૂની બોટલો કબ્જે કરી કુલ રૂપિયા 4,10,400/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.     




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application