Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

2 મકાનમાં આકસ્મિક રીતે લાગી આગ, મકાનમાં મુકેલ ઘર વખરીનો સામાન બળીને થયો રાખ

  • November 22, 2021 

વ્યારા તાલુકાનાં ઉમરકુઈ ગામમાં રહેતા ભરતભાઇ રંગજીભાઈ ગામીત અને ભીલિયાભાઇ રંજીભાઈ ગામીત પરિવાર સાથે રહે છે. પરંતુ પરિવારજનો મરણ પ્રસંગમાં અન્ય ગામ ગયા હતા. તે દરમિયાન સવારના અરસામાં અચાનક આકસ્મિક રીતે મકાન આગની લપેટમાં આવી જતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો અને આગને ઓલવવા માટે ગામમાં કે આસ-પાસનાં વિસ્તારમાં ફાયર બંબાની કોઇ સુવિધા ન હોય ગ્રામજનો ડોલ અને અન્ય સાધનમાં પાણી ભરી આગ ઓલવતા હતા અને બાજુમાંથી મોટર ચાલુ કરી પાઈપ લાઇન વડે પાણીનો મારો પણ ચલાવ્યો હતો પણ આગ એટલી ભયાનક હતી કે તે કાબુમાં ન આવતા જોત-જોતામાં આખું મકાન બળીને રાખ થઈ ગયુ હતુ.જયારે મકાનમાં લાગેલ આ આગમાં ટીવી, લેપટોપ, પલંગ અને ઘર વખરીની સામગ્રી મળી આ બંને ઘરોમાં આશરે 2 લાખથી વધુનું નુકશાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે. ઘરની ઉપર મુકેલ ઘાસનાં પુડીયા પણ આગની લપેટમાં આવી જતા આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગની ભભુકતી જ્વાળાઓ આશરે આઠથી દસ ફુટની ઉંચાઈએ ઉડતી જોવા મળી હતી અને નજીકમાં આવેલ અન્ય ઘરો આ આગની લપેટમાં આવ્યા ન હતા. આ આગમાં 20 કિલ્લો ચોખા, 25 મણ ડાંગર, 40 કિલ્લો ઘંઉ, 20 કિલ્લો તુવેર તેમજ અંદાજિત રૂપિયા 50 હજાર રોકડા પણ બળી ગયા હોવાનું બહાર આવ્યું હતું. જોકે આગની જાણ થતા ઉમરકુઈના તલાટી તેમજ આસિસ્ટન્ટ ટીડીઓ અને વિસ્તરણ અધિકારીની ટીમ સ્થળે પહોંચી હતી નુકસાન અંગે રિપોર્ટ તૈયાર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application