Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીટીયુના કુલપતિના કાર્યકાળને મામલે NSUI દ્વારા કરાયો ઉગ્ર વિરોધ, 2 દિવસ બાકી છતાં કમિટીના ઠેકાણા નથી

  • December 29, 2022 

નવીન શેઠને કુલપતિ બનવામાં 2 દિવસ બાકી છે. જોકે કોઈ સર્ચ કમિટી બનાવવામાં આવી નથી. આ મામલે NSUI દ્વારા જીટીયુમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. નિયમ અને ધારાધોરણ પ્રમાણે કુલપતિની નિમણૂક મામલે સર્ચ કમિટી બનાવવામાં આવે છે ત્યારે હજુ સુધી સર્ચ કમિટી નથી બનાવવામાં આવી. આ કમિટી જ નવા કુલપતિની પસંદગી કરે છે પરંતુ હવે નવા કુલપતિની નિમણૂક થશે કે કેમ તે અંગે એનએસયુઆઈએ સવાલો ઉઠાવ્યા છે કેમ કે, બે દિવસ બાકી હોવા છતાં શા માચે કમિટી નથી બની. NSUIએ સર્ચ કમિટીની રચના કરવા માટે રજિસ્ટ્રાર પાસે ખુલાસો માંગ્યો છે. જો રજીસ્ટ્રાર ખુલાસો ન આપી શકે તો તેમના રાજીનામાની માંગ કરવામાં આવી છે.




રજિસ્ટ્રાર કે.એન. ખેર દ્વારા સરકારને કોઈ રજૂઆત પણ કરવામાં આવી?

GTU રાજ્યની સૌથી મોટી સરકારી ટેકનિકલ યુનિવર્સિટી છે. જીટીયુના ચાન્સેલર તરીકે નવીન શેઠ છે અને તેમનો કાર્યકાળ ડિસેમ્બરના અંતમાં પૂરો થવાનો છે. ત્યારે કમિટીથીમાંથી નામ પસંદ કરવાની જે સમયે કામગિરી થવી જોઈએ ત્યારે અત્યારે કમિટીને લઈને કોઈ પ્રક્રીયા જ હાથ ધરવામાં ના આવતા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ માટે સરકારને સર્ચ કમિટીની દરખાસ્ત કરવાની જવાબદારી GTUના રજિસ્ટ્રારની છે પરંતુ GTUના રજિસ્ટ્રાર કે.એન. ખેર દ્વારા સરકારને કોઈ રજૂઆત પણ કરવામાં આવી નથી. આ મામલે NSUI વતી જીટીયુમાં પણ આંદોલન કરવામાં આવ્યું હતું.



આ કારણે એનએસયુઆઈ દ્વારા હોબાળો કરાયો

વાઈસ ચાન્સેલરની મુદત પૂરી થવા જઈ રહી છે ત્યારે સંબંધિત યુનિવર્સિટી દ્વારા 3 મહિના પહેલા સરકાર સાથે પરામર્શ કરીને સર્ચ કમિટીની રચના કરવામાં આવે છે. સર્ચ કમિટીના ત્રણ નામ સરકારને આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા ત્રણમાંથી એક નામ ફાઈનલ કરવામાં આવે પરંતુ હજુ સુધી જીટીયુ માટે કોઈ પ્રક્રિયા થઈ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application