Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાહેરનામાનો ભંગ : સોનગઢ નગરમાં 4 લોકો સામે કાર્યવાહી કરાઈ

  • May 08, 2021 

કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને તા.સાતમી મે નારોજ સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ઝડપાયેલા 4 જેટલા કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

 

 

 

કોની-કોની સામે કરાઈ કાર્યવાહી ?? એક નજર કરીએ 

(1) દેવજીપુરા વિસ્તારમાંથી જાહેર રસ્તા પરથી એક નંબર વગરની કેટીએમ ડ્યુક બાઈકના ચાલકે હેન્ડ ગ્લોવ્ઝ  વિના તેની બાઈક ઉપર ત્રણ સવારી લઈ આવતો હોય, કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ જણાતું ન હતું. આ બનાવમાં રાહુલભાઈ નટુભાઈ નાઈકા રહે, દેવજીપુરા, માર્કેટ ફળિયું-સોનગઢ,નાનો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી.

 

 

 

 

 

(2) દશેરા કોલોનીમાં શાકભાજીની દુકાન ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ગ્રાહકો અને દુકાનદાર વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ પણ જણાતું ન હતું.દુકાનદારે મોઢે માસ્ક સુધ્ધા પહેર્યું ન હતું.આ બનાવમાં મનહરભાઈ શ્રીરામભાઈ માળી રહે, ડેપો ફળિયું-સોનગઢ,ના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી.

 

 

 

 

(3) નગરપાલીકાની સામેથી જાહેર રસ્તા પરથી બાઈક નંબર જીજે/26/એસ/6945 ના ચાલકે ચાલકે હેન્ડ ગ્લોવ્ઝ  વગર તેની બાઈક ઉપર ત્રણ સવારી લઈ આવતો હોય, કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ જણાતું ન હતું. આ બનાવમાં બાઈક ચાલક દીપકભાઈ રાજુભાઈ ગામીત રહે, શ્રીરામ નગર-સોનગઢ, ના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી.

 

 

 

 

(4) નગરના બસ સ્ટેશન રોડ પર આવેલ રૂપાલી મોબાઈલ નામની દુકાનમાં કેટલાક લોકો ભેગા થયેલ હોય તેઓ વચ્ચે કોઇપણ પ્રકારનું સોસીયલ ડીસ્ટન્સ જણાતું ન હતું.આ બનાવમાં અદનાનભાઈ જલીલભાઈ મનીયાર રહે, ઈસ્લામપુરા,ધીરજ હોસ્પિટલની પાછળ-સોનગઢ,ના સામે કાર્યવાહી કરાઈ.આમ સોનગઢ પોલીસે ચાર જુદાજુદા બનાવોમાં કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application