Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોટાદમાં એકટીવાની ડીકીમાંથી ઘરેણાની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરાઈ

  • November 25, 2024 

ભાવનગરનાં બોટાદનાં ઉમૈયાનગર કડવા પટેલ બોડગ પાસે રહેતા આધેડ પુત્રની સાથે એકટીવા પર નીકળી પુત્રને ઓફિસે ઉતારી લોકરમાંથી સોના ચાંદીના ઘરેણાં કાઢી કપડાંની થેલીમાં મૂકી એક્ટિવની ડિકીમાં મૂકી દર્શન કરી પરત ઘરે આવ્યા ત્યારે રૂપિયા ૩.૮૫ લાખ ભરેલ થેલી કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. બનાવની જાણવા મળતી વિગત મુજબ, બોટાદના ઉમૈયાનગર કડવા પટેલ બોડગ પાસે રહેતા ઝવેરભાઈ અંબારામભાઈ સબવા ગત તારીખ ૨૨નાં રોજ બપોર પછીના આશરે ચારેક વાગ્યાના અરસામાં દિકરો ઉમેશભાઈ બંને એકટીવા નંબર જીજે/૦૪/બીએસ/૪૨૮૯ લઈને ઘરેથી પાળિયાદ રોડ ખાતે આવેલ ભારત સોસાયટીમાં દિકરા ઉમેશભાઈની ઓફીસે ગયા હતા.


ત્યા આગળ પુત્રને ઉતારી ઝવેરભાઈ બોટાદ હિરાબજાર ખાતે ગયા હતા. અને ત્યા રત્નદીપમાંના સેઇફ ડિપોઝીટ વોલ્ટમાં મુકેલ ઘરેણા એક કાપડની થેલીમાં મુકી થેલી એકટીવાની સીટની નીચેની ડેકીમાં મુકી એકટીવા લઇ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં બોટાદ રજપુતચોરા ખાતે આવ્યા અને મંદીરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરી સાંજના સવા પાંચેક વાગ્યે મંદીરેથી એકટીવા લઇને મારા ઘરે આવીને એકટીવા માથી ઘરેણા ભરેલી લેવા ગયા ત્યારે થેલી મળી આવી નહતી. દરમિયાનમાં ઝવેરભાઈ જ્યાં ગયા હતા ત્યાં પરત રાઉન્ડ લગાવી સીસી ટીવીની ચકાસણી કરતા મંદિર પાસે અજાણ્યો શખ્સે એકટીવા માથી ઘરેણા ભરેલી થેલી કાઢતો દ્રશ્યમાન થયો હતો.કપડાંની થેલીમાં સોનાનું ડોકીયુ, સોનાનો ચેઇન, સોનાની લક્કી, સોનાની વીટી, ચાંદીનો કંદોરો, ચાંદીના છડા મળી કુલ રૂપિયા ૩,૮૫,૦૦૦/-ની ચોરી થઈ હોવાની ફરિયાદ ઝવરભાઈએ બોટાદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application