Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કંપનીનાં પહેલા માળેથી નીચે પટકાતા મજુરનું મોત

  • November 26, 2021 

વાપી જીઆઇડીસીની એક કંપનીમાં પહેલા માળે કામ કરી સીડીથી નીચે ઉતરતી વખતે પગ લપસી જતા કામદાર નીચે પટકાયો હતો. જેને હોસ્પિટલમાં લઇ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપી જીઆઇડીસી ફર્સ્ટ ફેસમાં પ્લોટ નંબર/1/એ સ્થિત ઇન્ડિયા જીલેટીન એન્ડ કેમિકલ્સ લિ.કંપનીમાં નોકરી કરતા અને ભડકમોરા સુલપડ ખાતે જગાભાઇની ચાલીમાં રહેતા ગુલાગ શીવગની ગૌડ (ઉ.વ.53) જે બુધવારે સવારે રાબેતા મુજબ કંપનીમાં કામ કરવા ગયા હતા.








તે સમયે કંપનીમાં પહેલા માળે મશીન ગોઠવેલ હોય ત્યાં આગળ કામ કરવા તેઓ ઉપર ચઢ્યા હતા. જ્યાંથી પરત સીડીથી ઉતરતી વખતે પગ સ્લીપ થઇ જતા 8 ફૂટ ઉપરથી નીચે પટકાતા તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં કામદારને વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડતા ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મૃતકના પુત્રએ જીઆઇડીસી પોલીસમાં મથકમાં જાણ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application