Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશી તમંચા સાથે એક યુવક ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી

  • December 01, 2021 

વાપી વિસ્તારમાં એસઓજી સ્ટાફના માણસો સોમવારે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી બસ ડેપો નજીક ઝંડાચોક પાસે વોચ ગોઠવતા રેલ્વે સ્ટેશન તરફથી ઝંડાચોક તરફ ચાલીને આવનાર ઇસમને કોર્ડન કરી તેની પાસે રાખેલ બેગમાં ચકાસણી કરતા એક દેશી તમંચો તથા બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી પોલીસે આરોપી સુરજ વિષ્ણુદત્ત પાઠક (ઉ.વ.19) નાને આ મુદ્દામાલ અંગે પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, આ તમંચો ચારથી પાંચ દિવસ પહેલા તે વતન યુપી ખાતે મરકા અને બભેરૂ ગામના રોડ ઉપર એક ઇસમ પાસેથી રૂપિયા 5000/-માં ખરીદી કરી હતી અને પૈસાની જરૂરિયાત હોવાથી વાપીમાં કોઇ ગ્રાહક મળી જાય તો વેચાણ કરવા માટે નીકળ્યો હતો તેવું જણાવ્યું હતું. આમ, પોલીસે આરોપી સુરજને પકડી પાડી યુપીથી માલ આપનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ વાપી ટાઉન પોલીસ મથકને સોંપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application