Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયાની લેતીદેતીમાં પડોશીમાં રહેતા ઈસમે બાળકનાં ચહેરા પર ફેક્યું જવલનશીલ પ્રવાહી

  • December 04, 2021 

વાપીના છીરી રણછોડ નગરમાં એક ચાલીમાં રહેતા અને મુળ ઝારખંડના ખુશ્બુ ભીમ વિલાસ મંડલે ગુરૂવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, પહેલા તેઓ પતિ ભીમ તથા ત્રણ બાળકો સાથે બીજાની ચાલીમાં રહેતી હતી. ચાર વર્ષ પહેલા તેઓ સહપરિવાર વતનમાં ગયેલા ત્યારે પતિ સાથે અણબનાવ બનતા પતિ તેને છોડીને જતો રહ્યો હતો. જેથી ત્રણેય બાળકો સાથે છીરી ખાતે મનિષભાઇની ચાલીમાં રહી જીઆઇડીસી સ્થિત માનવ ગારમેન્ટ કંપનીમાં નોકરી કરી તે ઘર ગુજરાન ચલાવે છે. જોકે દોઢ વર્ષ અગાઉ ચાલીમાં રહેતા વિષ્ણુદેવ મહાદેવ તાતીએ ફરિયાદીને એલઇડી ટીવી તથા મિક્સર મશીન વિગેરે લેવામાં રૂપિયા 50,000/-ની મદદ કરી હતી. જે બાદ વિષ્ણુદેવ અવારનવાર પૈસાની માંગણી કરતા જેથી તેમને ટુકડે-ટુકડે રૂપિયા 12,000/- આપી બાકીના રૂપિયા 38,000/- આપી દઇશ તેમ કહેવા છતાં તેણે અદાવત રાખી હતી. મનીષભાઇની ચાલીની બાજુમાં રહેતી બાળકી સાથે બાળકે ઝઘડો કરી લેતા રૂમ ખાલી કરી તે બહેનપણી શિક્ષાકુમારીના ઘરે જતી રહી હતી.ત્યારબાદ ગત તા.1લી ડિસેમ્બરના સાંજે નોકરીથી ઘરે આવતા સૌથી નાનો છોકરો 10 વર્ષીય સાજન ઘરે ન દેખાતા તે રમવા માટે ગયા હોવાનું બંને બાળકોએ જણાવ્યું હતું. મોડે સુધી પરત ન ફરતા તેની શોધખોળમાં રાત્રે જાણવા મળ્યું હતું કે, કોચરવા ગામે પ્રકાશ ફળિયામાં કોઇએ તેને માર મારતા પ્રથમ ચલા હોસ્પિટલમાં દાખલ કરાવી વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં દાખલ કરાયો છે. જેથી તાત્કાલિક વલસાડ પહોંચી સર્જીકલ વોર્ડમાં ઇજાગ્રસ્ત બાળકને મળતા તેણે જણાવેલ કે, સાંજે રૂમની બહાર રમતો હતો ત્યારે અગાઉ ચાલીમાં રહેતો ઓળખીતો વિષ્ણુદેવ તેને નાસ્તો કરાવું તેમ કહી સાયકલ ઉપર બેસાડી કોચરવામાં એકાંત એરીયામાં લઇ જઇ ધમકાવી તેની છાતીમાં બે-ત્રણ ઢીક્ક મારી રૂમાલમાં કોઇ જ્વલનશીલ પ્રવાહી નાખી તે રૂમાલ ચહેરા ઉપર લગાડતા ચહેરો તથા બંને આંખો દાઝવાથી ગંભીર ઇજા થતા બુમાબુમ કરતા જોઇ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જે જોઇ રાહદારીઓ મદદ કરી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. રૂપિયાની લેતીદેતીમાં જ આરોપીએ આ કૃત્ય કર્યા હોવાનું માતા માને છે. જોકે ગંભીર રીતે દાઝેલા બાળકને શુક્રવારે સવારે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application