વાપી વેલસ્પન કંપનીમાં ટેલર તરીકે નોકરી કરતો કુંદન કુમાર રાય અને તેની કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો જીતેન્દ્રસિંહ શેખાવત (બંને રહે.ટુકવાડા બાવરી મોરા ફળિયા) તેમની કંપનીમાં તેમની સાથે કામ કરતા પ્રિયંકલના પારડીમાં લગ્ન હોય જે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે કુંદન અને જીતેન્દ્રસિંહ પલ્સર બાઇક નંબર જીજે/15/બીએચ/4140 પર રાત્રીના સમયે પારડી આવવા માટે નીકળ્યા હતા. તે સમયે પારડી ખડકી નેશનલ હાઇવે નંબર-48 પર આગળ ચાલતી કારને ઓવરટેક કરવા જતા બાઇક ચાલક જીતેન્દ્રસિંહે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ થઈ જતા બંને યુવકો હાઇવે પર પટકાયા હતા જેમાં કુંદન કુમારને શરીરે સામન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે જીતેન્દ્રસિંહને મોઢાના ભાગે અને કમરના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે બેભાન થઈ ગયો હતો ત્યારબાદ 108ની મદદથી પારડી રેફરલ હોસ્પિટલ બાદ વધુ સારવારની જરૂર પડતા વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application