Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાશિકથી ટ્રકમાં ડુંગરી ભરી ચેન્નઇ પહોંચાડવાની જગ્યાએ વાપીમાં વેચતા 2 ઝડપાયા

  • December 13, 2021 

વાપીમાં નાશિકથી ટ્રકમાં ડુંગરી ભરી ચેન્નઇ પહોંચાડવાની જગ્યાએ ગાડીમાં ડુપ્લીકેટ નંબર લગાવી માલ કોઇ અન્યને વેચી દેતા નાશિકમાં તેઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુત્રો પસેથિએ મળતી માહિતી અનુસાર, એલસીબીની પોલીસ સ્ટાફનાં માણસો શનિવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી મહાવીરનગર સ્થિત ખાન પાર્કિંગમાંથી આરોપી અબ્દુલ વાજીદ કિફાયતખાન મેવ અને સોહેલ અર્શદ મેવ (બંને રહે.હરિયાણા)ના ઓને પકડી પાડી તેમની પાસેથી ટાટા ટ્રક નંબર આરજે/14/જીજે/4093 અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 8,10,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ત્યારબાદ પૂછપરછ કરતા ક્લીનર સોહેલ અર્શદના પિતાજી અર્શદ ફતેહમહમદ નાએ ગત મહિને ટ્રકમાં ડુપ્લીકેટ નંબર પ્લેટ નંબર આરજે/29/જીએ/7503 લગાડી નાશિકથી ડુંગરીનો જથ્થો ભરી બારોબાર વેચાણ કરી દીધેલાની કબૂલાત કરી હતી. આ ડુંગરી વેચાણ બાબતે નાશીક ગ્રામીણના સટાણા પોલીસ સ્ટેશનમાં ગત તા.7 ડિસેમ્બરે ફરિયાદ નોંધાવાઇ હતી. નાશિકથી રૂપિયા 5 લાખની ડુંગરી ભરી ચેન્નઇ પહોંચાડવાની જગ્યાએ આરોપીઓએ અન્ય જગ્યાએ વેચી દઇ છેતરપિંડી કરતા આગળની તપાસ વાપી ટાઉન પોલીસ મથકને સોંપાઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application