Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિમલ ખરીદી કરવા ગયેલ યુવકને, ‘ઘુરીને કેમ જોય છે’ તેમ કહી ઢોરમાર મારનાર 3 સામે ગુનો દાખલ

  • December 13, 2021 

વાપીનાં શાકભાજી માર્કેટમાં નોકરી કરતો યુવક એક દુકાનમાં વિમલ ખરીદી કરવા ગયો હતો. જ્યાં ઉભેલા એક ઇસમે ઘુરીને કેમ જોય છે કહી તેના અન્ય બે મિત્રો સાથે યુવકને માર મારતા સારવાર માટે તે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની વિગત એવી છે કે, વાપી ટાઉન મચ્છી માર્કેટમાં રહેતો અને શાકભાજી માર્કેટમાં નોકરી કરતો રોહિત ઉદય મોર્યા (ઉ.વ.22) જે ગુરૂવારના રોજ શાકભાજી વેચીને બપોરે ઘરે ગયો હતો. જ્યાંથી બપોરે પરત માર્કેટ જવા નીકળતા વખતે મારવાડીની દુકાનેથી વિમલ ગુટખા લેતી વખતે બિપિન ગુપ્તા તથા એક અન્ય ઇસમે જણાવેલ કે, ઘુરીને કેમ જોય છે. તેમ કહી બોલાચાલી કરી ગાળો આપતા તે કરવા રોહિતે તેઓને ના પાડી હતી. જેથી બિપિન સાથે આવેલા ઇસમે યુવકને ઝાપડ મારતા તે ત્યાંથી ભાગ્યો હતો અને સેઠ સંતોષ જાયસવાલને ફોન કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.તે વખતે રાહુલ ઘોષ, બિપિન ગુપ્તા અને અન્ય ઇસમ ફરીથી સેઠની સામે વારા ફરતી ઢીકમુક્કીનો માર મારતા રાહુલના હાથમાંનુ કડુ તથા અંગુઠીઓ માથા, હાથ અને અંગુઠામાં લાગ્યો હતો. તે બાદ ત્રણેય ઈસમો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓ ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત સારવાર માટે વાપીની જનસેવા હોસ્પિટલમાં ખસેડાતા શનિવારે આરોપી બિપીન ગુપ્તા, રાહુલ ઘોષ (બંને રહે.મચ્છી માર્કેટ) અને અન્ય એક ઇસમ સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application